7th pay commission central employees may get benefit of old pension scheme modi govt preparing cpc
ખુશખબર! /
કેન્દ્રીય કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર! જાણો પેન્શન યોજનાને લઈને મોદી સરકાર શું કરી રહી છે તૈયારીઓ
Team VTV12:22 PM, 14 Dec 21
| Updated: 07:24 PM, 14 Dec 21
2010 બાદ સરકારે નવી પેન્શન યોજના હેઠળ કર્મચારીઓને નિયુક્ત કર્યા છે. હવે કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો ફાયદો મળી શકે છે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર
મળી શકે છે જુની પેન્શન સ્કીમનો ફાયદો
જાણો મોદી સરકારની શું છે તૈયારીઓ
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. હવે કર્મચારીઓને જલ્દી જ જુની પેન્શન યોજનાનો ફાયદો મળી શકે છે. કર્મચારીઓને લાંબા સમયથી સરકારની સામે આ માંગ મુકી છે. કેન્દ્ર સરકાર કર્મચારીઓની ડિમાન્ડ પર હવે વિચાર કરી રહી છે. કેન્દ્રએ આ માટે કાયદા મંત્રાલય પાસે પણ સુચનો માંગ્યા છે. હવે મંત્રાલય પાસેથી જવાબ મળવાની રાહ જોવાઈ રહી છે.
જાણો ક્યારે થશે નિર્ણય?
હકીકતે કેન્દ્ર સરકાર કર્મચારીઓની જુની પેન્શન યોજના આપવા અંગે વિચાર કરી રહી છે. જેનાથી સરકારી કર્મચારીઓની ભરતી માટે જાહેરાત 31 ડિસેમ્બર 2003એ અથવા તો તેના પહેલા જાહેર કરવામાં આવી હતી. તેમને ફાયદો મળશે. કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયમાં રાજ્ય મત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર આ મુદ્દા પર નિર્ણય કાયદા મંત્રાલયના જવાબ આવ્યા બાદ થશે.
કયા કર્મચારીઓને મળશે ફાયદો ?
કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે સંસદમાં જણાવ્યું, 'સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ કેન્દ્ર સરકારે મામલાને કાયદાકીય મંત્રાલયના આધીન કરી દીધો હતો. નાણાકીય સેવા વિભાગ પેન્શન અને પેન્શનભોગી કલ્યાણ વિભાગએ કર્મચારીઓને NPSના દાયરાથી બગાર કરવાના સંબંધમાં ઉચિત નિર્ણય લઈ શકે છે જેમની ભરતી માટે જાહેરાત 1 જાન્યુઆરી 2004એ અથવા તેના પહેલા જાહેર કરવામાં આવી હતી અને તેમને જુની પેન્શન યોજના હેઠળ કવર કરી શકાય છે. જો મામલાનું કોઈ નિરાકરણ આવે છે તો પેન્શનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. '
સંસદમાં ઉઠ્યો હતો સવાલ
સંસદમાં કેન્દ્રીય મંત્રીને આ પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શું પેન્શન અને પેન્શનભોગી કલ્યાણ વિભાગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને નાણકીય સેવા વિભાગ (DFS) અને કાયદા મંત્રાલયથી આ કર્મચારીઓને NPSથી બહાર કરવા અને તેમને પેન્શન યોજનામાં શામેલ કરવા માટે વિચાર માંગ્યો છે. જેની ભરતી માટે જાહેરાત 31 ડિસેમ્બર 2003 અથવા તે પહેલા જાહેર કરવામાં આવશે.
કોને નહીં મળે જુના પેન્શનના ફાયદા?
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં જણાવ્યું કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફર્સની જુની પેન્શન યોજનાનો ફાયદો નહીં મળે. તેમણે જણાવ્યું કે સેન્ટ્રલ સિવિલ સર્વિસ પેન્શન રૂલ્સ 1972 હેઠળ પેરામિલેટ્રી સ્ટાફને પેન્શન અને બીજા બેનિફિટ મળી રહ્યા છે.