કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતની વસ્તી ચીન કરતાં વધી ગઈ છે. જેનું મુખ્ય કારણ છે ભારતમાં સૌથી વધુ જન્મતા બાળકો
ભારતમાં દર વર્ષે જન્મે છે લગભગ 2.5 કરોડ બાળક
દર વર્ષે જન્મી રહ્યાં છે 78 દેશની વસ્તી જેટલાં બાળક
દરરોજ સરેરાશ 56 હજાર બાળકનો જન્મ
ચીન વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ થોડા મહિના પછી ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. યુનાઈટેડ નેશન્સે ગત વર્ષે જ તેના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, વર્ષ 2023માં ભારતની વસ્તી ચીન કરતાં વધુ હશે. જોકે કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતની વસ્તી ચીન કરતાં વધી ગઈ છે. જેનું મુખ્ય કારણ ભારતમાં સૌથી વધુ બાળકો જન્મે છે.
સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ છે કે, ભારતમાં દર વર્ષે લગભગ 2.5કરોડ બાળક જન્મે છે. ભારત કરતાં સૌથી વધુ વસ્તી ધરાવતા ચીનમાં તેનાથી લગભગ અડધી સંખ્યામાં બાળકનો જન્મ થાય છે. 2022માં ચીનમાં 95 લાખ બાળકનો જન્મ થયો હતો. 2021ની તુલનામાં લગભગ 10 ટકાનો ઘટાડો હતો.
ફાઇલ તસવીર
ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં વર્ષ 2020-21માં 2 કરોડથી વધુ અને 2021-2022 માં 2.03 કરોડથી વધુ એટલે કે 1.32 લાખ વધુ બાળકનો જન્મ થયો છે. દરરોજ સરેરાશ 56 હજાર બાળકનો જન્મ થયો છે. જો વિશ્વના 78 દેશની વસ્તી ઉમેરવામાં આવે તો આ સંખ્યા 2 કરોડથી થોડી વધુ છે.
ફાઇલ તસવીર
આમ ભારતમાં દર વર્ષે 78 દેશની વસ્તી સમાન બાળકોનો જન્મ થઈ રહ્યો છે . ચીનમાં વસ્તી ઘટવા લાગી છે. ચીનના સત્તાવાર આંકડા મુજબ 2022માં વસ્તીમાં સાડા 8 લાખનો ઘટાડો થયો છે.