બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 72 persons lost their lives in three days 26 injured know current weather situations

દુઃખદ / ઉત્તરાખંડમાં 3 દિવસમાં વરસાદને લીધે 72 લોકોના મોત, 26 ઘાયલ થયા તો 4 ગુમ, જાણો આજની હવામાનની સ્થિતિ

Dharmishtha

Last Updated: 09:19 AM, 25 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી 3 દિવસમાં 72 લોકોના મોત, 26 ઘાયલ અને 4 ગુમ થયા છે. તો 224 ઘરને નુકસાન થયું છે.

  • 3 દિવસમાં કુલ 72 લોકોના મોત થયા 
  • ઉત્તરાખંડમાં ભારે વરસાદથી  224 ઘરને નુકસાન થયું
  • ભારે વરસાદને લીદે 26 ઘાયલ થયા તો 4 હજું પણ ગુમ

ઉત્તરાખંડમાં 3 દિવસમાં કુલ 72 લોકોના મોત થયા 

ગઈ કાલે આવેલી ઉત્તરાખંડ સરકારના રિપોર્ટમાં નુકસાનના આંકડા સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ હોનારત દરમિયાન રાજ્યમાં 17 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન બનેલી ઘટનાઓમાં કુલ 72 લોકોના મોત થયા છે. તો 26 ઘાયલ અને 4 ગુમ થયા છે. તો 224 ઘરને નુકસાન થયું છે. હજું પણ બચાવ કાર્ય ચાલુ છે. આ દરમિયાન રવિવારે ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારે તડકો જોવા મળ્યો તો સાંજે બરફ વર્ષા શરુ થઈ છે. વરસાદને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે. બદરીનાથ અને કેદારનાથના પહાડો પર બરફ દેખાઈ રહ્યો છે. યમુનોત્રી ઘામમાં સિઝનનો પહેલો વરસાદ થયો છે. ગંગોત્રીની ઉંચી ચોટી પણ બરફથી ઢંકાયેલી છે.

હવામાન વિભાગે તાત્કાલિક યલો એલર્ટ જારી કર્યુ

બીજી તરફ હવામાન વિભાગની ભવિષ્યવાણી છે કે ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ આવેલી સમસ્યાથી હવામાન ચોખ્ખું રહેશે. જો કે દહેરાદૂન સહિત અન્ય શહેરોમાં રવિવારે સાંજે વરસાદ થયો. દહેરાદૂન અને મસૂરીમાં રવિવારે સાંજે અચાનક વાતાવરણમાં બદલાયું અને ઝરમર વરસાદ થયો. જો કે સોમવારે ચાર દિવસ દહેરાદૂન સહિત સમગ્ર રાજ્યમાં હવામાન સ્પષ્ટ રહેવાનું પૂર્વાનુંમાન છે.  હવામાન ખાતા તરફથી દહેરાદૂન, હરિદ્વાર, ઉત્તરકાશી, ટિહરી, રુદ્રપ્રયાગ,  ચમૌલી, પૌડી વગેરે જિલ્લામાં રવિવારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. વધારે ઉંચાઈ વાળા વિસ્તારોમાં બરફ વર્ષાનું અંદાજો હતો. હવામાનને જોતા દહેરાદૂન- હરિદ્વાર માટે રવિવારે બપોરના સમયે હવામાન વિભાગે તાત્કાલિક યલો એલર્ટ જારી કર્યુ. પૂર્વાનુમાન મુજબ રવિવારે સાંજે દહેરાદૂન અને મસૂરીમાં વરસાદ થયો.

 3.6 ડિગ્રી સેલ્સિયલનો ઘટાડો નોંધાયો

વાદળા ગરજવાની સાથે મોડી સાંજ સુધી વરસાદ ચાલ્યો. આ દરમિયાન હવામાન ઠંડુ થઈ ગયુ. રવિવારે દહેરાદૂનના  મહત્તમ તાપમાન 25.8 અને ન્યૂનતમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. જ્યારે શનિવારે મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેલ્સિયલ રેકોર્ડ હતો. આ હિસાબથી તાપમાનમાં 3.6 ડિગ્રી સેલ્સિયલનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યાનુંસાર ઉત્તરાખંડ 25થી 28 ઓક્ટોબર સુધી હવામાન સ્પષ્ટ રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Weather flood uttarakhand ઉત્તરાખંડ વરસાદ હવામાન વિભાગ uttarakhand
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ