શિક્ષણ અને સ્વાસ્થ્યનો જે પાયો ગણાય તે આંગણવાડીના મોટા ભાગના મકાન ભાડેથી હોવાનું વિધાનસભામાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યુ હતુ.
ગુજરાતમાં આંગણવાડીઓની દુર્દશા
28 જિલ્લામાં ભાડાના મકાનમાં છે આંગણવાડીઓ
7 હજાર 7 આંગણવાડીઓ ભાડાના મકાનમાં
બાળકો, ધાત્રી માતાઓ, સગર્ભા મહિલાઓને મદદ રૂપ આંગણવાડીનું પોતાનું જ ઘર નથી. સ્વાસ્થ્ય અને શિક્ષણમાં મહત્વનો રોલ ભજવનાર મોટા ભાગની આંગણવાડીઓ ભાડાના મકાનમાં તાલે છે.
આણંદ જિલ્લામાં સૌથી વધુ ભાડાના મકાનમાં આંગણવાડીઓ
ગુજરાતમાં 7 હજાર 7 આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે આ અમે નથી કહેતા પણ વિધાનસભામાં આ અંગે પ્રશ્નોત્તરી દરમિયાન જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. 33જિલ્લાઓમાંથી 28 જિલ્લામાં ભાડાના આંગણવાડીઓ ચાલી રહી છે. મકાનમાં છે. આણંદ જિલ્લામાં સૌથી વધુ ભાડાના મકાનમાં આંગણવાડીઓ ચાલે છે.
ગુજરાતમાં શિક્ષણ અને પોષણના દરનો ઘટાડા માટે કોણ જવાબદાર?
ગુજરાત વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ આંગણવાડીઓ અંગે જવાબ રજૂ કર્યો હતો જે ગુજરાતમાં શિક્ષણ અને પોષણના દરનો ઘટાડા માટે ક્યાંકને ક્યાંક જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.
સરકારી આંકડા શંકા કુશંકાઓને વધુ પ્રોત્સાહીત કરે છે
ગુજરાતમાં આંગણવાડીઓ દ્વારા માત્ર બાળકો જ નહીં પરંતુ ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓને પણ મદદ પહોંચાડવામાં આવે છે વળી માત્ર શિક્ષણ જ નહીં પરંતુ કુપોષણ સામે લડવા માટે પણ આંગણવાડીનો વપરાશ કરવામાં આવતો હોય છે એવા સમયે પાયારૂપ વ્યવસ્થા જ ભાડાના મકાનોમાં ચાલતી હોય ત્યારે શિક્ષણ અને સ્વાસ્થ્ય બંને ભાડાના મકાનમાં ચાલતા હોવાની ચર્ચાે જોર પકડ્યુ છે એવામાં આ સરકારી આંકડા શંકા કુશંકાઓને વધુ પ્રોત્સાહીત કરે છે.