70 year old father in law physical torture to daughter in law in junagadh Gujarat
જૂનાગઢ /
70 વર્ષીય સસરાએ વહુ સાથે એવું કર્યું કે પત્નીએ વીડિયો બનાવી પતિને બતાવ્યો પણ...
Team VTV12:59 PM, 07 Feb 20
| Updated: 01:35 PM, 07 Feb 20
ગુજરાતમાં છાશવારે છેડતીના કિસ્સા બની રહ્યા છે. આ કિસ્સામાં ફક્ત યુવતીઓ જ સામેલ હોય છે એવું નથી. મોટી ઉંમરની મહિલાઓ પણ આ છેડતીનો ભોગ બને છે. હાલમાં જૂનાગઢમાં 70 વર્ષના સસરાએ પોતાની માનવતા નેવે મૂકી છે. તેઓએ પૂત્રવધૂની છેડતી કરી. આ વાતની જાણ પતિને કરતા પતિ પણ પત્ની પર વિશ્વાસ કરવા તૈયાર નથી.
સસરાએ લજવી માનવતા
પૂત્રવધુની કરી છેડતી
પતિ વીડિયો જોયા બાદ પણ નથી કરતો વિશ્વાસ
જૂનાગઢમાં હાલમાં 70 વર્ષના સસરાએ પૂત્રવધુની છેડતી કર્યાનો બનાવ બન્યો છે. પતિએ પત્નીની વાત સાબિતી હોવા છતા માનવાનો ઈન્કાર કર્યો છે. વારંવાર સસરાની ખોરી દાનતનો શિકાર બનેલી યુવતીએ ઘરના લોકોને પોતાની વાત જણાવી પણ કોઈએ તેનો વિશ્વાસ કર્યો નહીં. સસરાએ પોતાની સફાઈમાં જણાવ્યું છે કે તેમને કંઈ દ્વવ્ય પીવડાવીને આ વીડિયો ઉતારવામાં આવ્યો છે.
મહિલા નથી કરી રહી કેસ
સસરા દ્વારા શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવા છતાં મહિલા કોઈ કેસ કરી રહી નથી. મહિલાને 2 બાળકો છે. એક પુત્ર અલગ રહે છે અને એક તેમની સાથે રહે છે. આ મહિલા કેસ કરી રહી નથી માટે કાયદો પણ તેની કોઈ મદદ કરી શકતું નથી. આ કારણે જ આવી ખોરી દાનત વાળા સસરાની હિંમત વધતી રહે છે. મહિલાઓની વાત દબાવવાના કારણે જ અન્ય મહિલાઓને પણ શિકાર બનવું પડે છે.
જૂનાગઢ જિલ્લામાં મહિલાઓ કરી શકે છે સંપર્ક
જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટર, જૂની સિવિલ હોસ્પિટલ કેમ્પસ, બ્લડ બેંકની બાજુમાં આઝાદ ચોક. આ જગ્યાઓએ મહિલાઓ ફરિયાદ કરી શકે છે. આ ફરિયાદોમાં ઘરેલૂ હિંસા, આર્થિક હિંસા, મહિલાઓ- યુવતીઓની છેડતી, અનૈતિક સંબંધનો ઉકેલ મળી શકે છે.