બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 7 year old girl abducted in Godhra, Police arrested the accused
Vishnu
Last Updated: 11:56 PM, 5 January 2022
ADVERTISEMENT
આજે ગુજરાતની દીકરી એક દાનવના હાથમાં છૂટી છે, આજે ફૂલ જેવી બાળકીને કરમાતા ગોધરા પોલીસે બચાવી લીધી છે. પંચમહાલના ગોધરામાં 7 વર્ષની અપહ્યત બાળકીને અજાણ્યા બાઈક સવાર અપહરણ કરી ભાગી છૂટયો હતો. જે બાદ બાદ પોલીસે તપાસનો ધમધમાટ કરતાં મોટી સફળતા મળી હતી અને બાળકીનું પાંચ કલાકમાં જ પરિવાર સાથે મિલન થયું હતું.
ADVERTISEMENT
અજાણ્યો બાઈક સવાર અપહરણ કરી ભાગ્યો હતો
પંચમહાલમાં શહેરાથી દાદા સાથે બાળકી ખરીદી કરવા આવી હતી. પૌત્રીને સાથે લઈને ચીજ-વસ્તુઓની ખરીદી કરવા કર્યા બાદ બાળકી દાદા તેને લઈ જઈ રહ્યા હતા તેવામાં જ બાઈક સવાર યુવકે બાળકીના દાદાને ભોળવી બાળકી સાથે બાઈક પર બેસાડી દીધા હતા. પણ અચાનક જ યુવકે તેનો રંગ દેખાડવાનો શરૂ કર્યું હતું અને GIDC પાછળ બાળકીના દાદાને ઢોર માર મારી બાળકીને લઈ ભાગી છૂટયો હતો. બાળકીના દાદાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર બનાવની પોલીસને શબ્દ સ: જાણ કરવામા આવી હતી.
CCTV ફૂટેજની મદદથી બાળકી સલામત શોધી કાઢવામાં આવી
બીજી તરફ ઘટનાની ગંભીરતા જોઈ જિલ્લા પોલીસ વડા, DYSP સહિતની ટીમનો પોલીસ કાફલો આખાય શહેરમાં ફરી ફરી વાળ્યો હતો. બાઇક સવાર જે તરફ બાળકનું અપહરણ કરી નાસી છૂટયો હતો તે તરફના તમામ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં CCTV ફૂટેજની મદદથી 5 કલાકમાં જ પોલીસને આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી હતી. બાળકી સુરક્ષિત રીતે પાછી મળતા પરિવાર સહિત પોલીસ ટીમે હાશકારો અનુભવ્યો હતો. બાળકી ધ્રુસકેને ધ્રુસકે રડતી હતી જે બાદ બાળકીનું પરિવાર સાથે મિલન થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે આરોપીને દબોચી આગળની તપાસ હાથ ધરી છે. શું બદઈરાદાથી બાળકીનું અપહરણ થયું હતું કે કેમ? કે પછી અન્ય કારણોસર તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT