બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / ગરીબોને ઉગારતી જડીબુટ્ટી છે મોદી સરકારની આ 7 યોજના, ઘર, આરોગ્યથી લઈ લોન સુધીના લાભનો સમાવેશ
Last Updated: 12:42 PM, 5 August 2024
સરકાર દેશના દરેક વર્ગના કલ્યાણ માટે કોઈને કોઈ યોજના ચલાવે છે અને અનેક લોકો આ યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે. તેમાંથી અમુક એવી યોજનાઓ છે જે ગરીબો માટે વરદાન સાબિત થઈ છે, કઈ છે આ યોજનાઓ ચાલો તેના વિશે જાણીએ..
ADVERTISEMENT
PM કિસાન સન્માન નિધિ યોજના
ADVERTISEMENT
મોદી સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેમાં PM કિસાન સન્માન નિધિ યોજના મુખ્ય છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયાની આ નાણાકીય સહાય વાર્ષિક ત્રણ હપ્તાના સ્વરૂપમાં આપવામાં આવે છે. દરેક હપ્તા હેઠળ 4 મહિનાના અંતરાલમાં ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાની રકમ મોકલવામાં આવે છે.
આયુષ્માન ભારત યોજના
આવી જ એક યોજના છે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી યોજના. આ યોજનામાં લોકોને મફત સારવારનો લાભ આપવામાં આવે છે. આ યોજના વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ્ય દેશના 10 કરોડથી વધુ ગરીબ પરિવારોને સ્વાસ્થ્ય વીમો આપવાનો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના
ભારતમાં અનેક લોકો હજુ પણ ઘર વિહોણા છે. તેવા જરૂરિયાતમંદ લોકો માટે PM આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી તેમાં 4 કરોડથી વધુ મકાન બની ચૂક્યા છે, હવે વધુ ત્રણ કરોડ મકાન બનાવવાની મંજુરી આપી દેવામાં આવી છે.
પીએમ ઉજ્જવલા યોજના
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર ગરીબી રેખા નીચે જીવતા લાભાર્થીઓને એલપીજી કનેક્શન આપે છે. આ યોજનાનો લાભ માત્ર મહિલાઓ જ લઈ શકે છે અને અરજદાર મહિલાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
PM વિશ્વકર્મા પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોને મદદ કરવા માટેની એક યોજના છે. આ યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન ઉદાર શરતો પર આપવામાં આવે છે. સાથે જ આ યોજનામાં તાલીમ લઈ રહેલા કારીગરોને અર્ધ-કુશળ વેતનની સમકક્ષ નાણાકીય સહાયની જોગવાઈનો સમાવેશ થાય છે. આ યોજનામાં દરેક લાભાર્થીને 500 રૂપિયાના દૈનિક ભથ્થા સાથે 5 દિવસ માટે કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
કેન્દ્ર સરકારે દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે. માતા-પિતા આ સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરીને દીકરીઓનું ભવિષ્ય આર્થિક રૂપે સુરક્ષિત કરી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના 21 વર્ષે મેચ્યોર થાય છે. શરૂઆતના 15 વર્ષ સુધી જ પૈસા જમા કરવા પડે છે.
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના
સરકારે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે MUDRA (માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ રિફાઇનાન્સ એજન્સી) સ્કીમની શરૂઆત એપ્રિલ 2015માં કરી હતી. દેશમાં નાના અને મધ્યમ ઉદ્યોગોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરી હતી. આમાં બિઝનેસ વધારવા માટે 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.