બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 7 people died Food poisoning Bhulvan village Devgadh Bariya dahod
ParthB
Last Updated: 08:25 AM, 15 December 2021
ADVERTISEMENT
રાંધવાના સ્થળે સફેદ પાઉડર, દારૂ અને કફ સિરપ લખેલી બોટલ મળી
ADVERTISEMENT
દાહોદના દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ફૂડ પોઇઝનિંગથી બિમાર થયેલા પૈકી 4ના મોત સોમવારે થયા હતાં.જ્યારે મંગળવારે વધુ 3ના મોત થતાં મૃતાંક 7 ઉપર પહોંચ્યો છે. આગલા દિવસે વાસી મટન રાંધ્યા બાદ ખેતરમાં જ ખાણીપીણી કરનારા લોકો જ મોતનો કે અસ્વસ્થ બન્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. જોકે, વાસી મટન ખાતા ફુડ પોઇઝન થયું કે તેમના ભોજનમાં કોઇ પ્રકારનો ઝેરી પદાર્થ ભળતા ઘટના ઘટી છે તેતો FSLના રિપોર્ટ બાદ જ જાણી શકાય તેમ છે. ઉલ્લેખનિય છે કે જ્યાં મટન રાંધવામાં આવ્યું ત્યાંથી દારૂ અને કફ સીરપ લખેલી બોટલો સહિત ખૂણેથી સફેદ રંગનો પાવડર મળતાં શંકાના વાદળો ઘેરાયા છે.
આ ઘટનામાં મૃત્યુઆંક 7 પર પહોંચતાં તંત્ર દોડતું થયું
દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામમાં 11 ડિસેમ્બરના રોજ એક ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. બાદમાં લોકોએ તે દિવસે મટન રાંધ્યા બાદ જમીને છુટા થયા હતાં. બચેલું અડધુ મટન બીજા દિવસે બનાવવા માટે રાખ્યુ હતું. 12 ડિસેમ્બરના રોજ સાંજે આગલા દિવસનુ બચેલું અડધા મટન બનાવીને જમ્યા હતાં. ત્યારબાદ 13 ડિસેમ્બરના રોજ અંતિમ દિવસ હોવાથી 50 જેટલા લોકો ભેગા થયા હતાં. વિધિ સ્થળથી થોડે દૂર હંગામી ચુલા ઉભા કરીને આગલા દિવસનું મટન બનાવવામાં આવ્યુ હતું. ત્યારે આ સ્થળે બનાવાયેલુ મટન કે અન્ય પીણુ જેટલા લોકોએ પીધુ હતુ તેટલા 17 લોકો જ લોકો ફુડ પોઇઝનિંગનો ભોગ બન્યા હતાં. તેમાંથી 4 લોકોના ઘરે અને 3ના સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયા હતાં. આ ઘટનામાં મંગળવારે વધુ 3 લોકોનું મૃત્યુ થતાં મૃત્યુઆંક 7 પર પહોંચતાં આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
આરોગ્ય વિભાગની 20 ટીમોનું 135 ઘરોમાં ચેકિંગ
135 ઘર ધરાવતા ભુલવણ ગામમાં અન્ય કોઇ વ્યક્તિને ઝાડા-ઉલટી કે બીજી કોઇ સમસ્યા નથી તે જાણવા માટે આરોગ્ય અધિકારીએ 4 મેડિકલ ઓફિસર સાથે આરોગ્ય કર્મચારીઓની 20 ટીમ ખડકી દીધી હતી. આ ટીમોએ એક-એક ઘર ફરીને કોઇ અન્ય વ્યક્તિને તકલીફ છે કે નહીં તેની તપાસ કરી હતી. જોકે, કોઇ નવા વ્યક્તિને ચિન્હો જોવા ન મળતાં તંત્રએ પ્રાથમિક તબક્કે હાશકારો અનુભવ્યો હતો.જો હાલ આ સમગ્ર ઘટનાની તપાસ સર્કલ ઇન્સ્પેક્ટર સોંપાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.