બ્રેકિંગ ન્યુઝ
Vishnu
Last Updated: 06:01 PM, 18 October 2021
ADVERTISEMENT
અમદાવાદના પોશ એવા સેટેલાઇટ વિસ્તારના શૈલરાજ બંગલોઝમાં 14 ઓકટોબરના રોજ કૃપા પટેલ નામની મહિલાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. બીમાર પતિને સાસરિયા મળવા દેતા ન હતા તેમજ મિલકતનો વિવાદથી ઘેરાયેલી કૃપા પટેલે સ્યૂસાઈડ નોટ મૂકીને મોત વ્હાલુ કર્યું છે. જે અંગે પ્રાથમિક તબક્કે સેટેલાઇટ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં તેમના મૃતદેહ પાસે એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મહિલાએ લખ્યુ હતું કે, ‘મારા મૃત્યુથી ઘણા બધા ખુશ થશે અને ઘણા બધા દુઃખી થશે.’. સ્યુસાઈડ નોટમાં સાસરિયા પક્ષ પર પતિને ન મળવા દેવાનો આક્ષેપ કર્યો હતો. કૃપા પટેલના પરિવારજનોએ પણ સાસરિયા પર ગંભીર આરોપ કરી આત્મહત્યા પાછળ તેમને આરોપી ગણાવ્યા છે.
ADVERTISEMENT
સાસરિયા પક્ષે VTV સમક્ષ વાતચીતમાં મોટો ખુલાસો કર્યો હતો.
નિવૃત્ત કલેક્ટર અને કૃપા પટેલના સસરાએ VTV સાથે સમગ્ર મામલે ખૂલીને વાત કરી હતી, સાસરિયા પક્ષ તરફથી સી.પી. પટેલે કૃપા પટેલના આક્ષેપોને ખોટા ગણાવ્યા અને કહ્યું કે અકસ્માત બાદ ચિરાગ પટેલનું બ્રેન ડેડ થઈ જતાં માનસિક હાલત બગડી હતી, હસતા-રમતા પરિવાર પર અચાનક આફત તૂટી પડી હતી. જે બાદ ચિરાગને મળવામાં પુત્રવધુને કોઈ રસ ન હતો પણ મિલકત માટે જ ખોટી ફરિયાદ કરવામાં આવી હતી. દરેક કેસમાં હાર મળતા નિરાશ થઈને આ પગલું ભર્યું હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે.
સુરતના ડીંડોલીમાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત
તો બીજી તરફ સુરતના ડીંડોલીમાં 21 વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા એરેરાટી વ્યાપી છે. પી.ટી. સાયન્સ કોલેજના B.Scના વિદ્યાર્થીએ પંખામાં સાડી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. જીજ્ઞેશ પાત્રે નામનો વિદ્યાર્થી B.Sc ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. હાલ આપઘાત પાછળનુ કારણ અકબંધ છે. પણ પોલીસે સમગ્ર મામલે તપાસ ચાલુ કરી દીધી છે. હજૂ સુધી સુસાઈટ નોટ મળવા અંગે કોઈ ખુલાસો થયો નથી.
સિવિલ હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ ડોકટરે કર્યો આપઘાતનો પ્રયાસ
તો આ તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ ડોકટરે આપઘાતનો પ્રયાસ કરતાં દોડધામ મચી છે.ડો ચિરાગ ચૌધરીએ અંગત કારણોસર આત્મહત્યા નો પ્રયાસ કર્યો હોવાની ચર્ચાઑ થઈ રહી છે. ડોકટરે હોસ્ટેલના રૂમમાં કોઈ ઇન્જેક્શન મારી મોત વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ઘટનાની અંગે જાણ થતાં ડૉક્ટરને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
દ્વારકાના ભાણવડમાં સામૂહિક આપઘાત
ગત 11 ઓકટોબરના રોજ દ્વારકાના ભાણવડમાં સામૂહિક આપઘાત થયો હતો. મૂળ જામનગરના શંકર ટેકરી વિસ્તારોનો રહેવાસી પરિવાર થોડા દિવસ પહેલા દ્વારકાના ભાણવડ ખાતે સંબંધીને ત્યાં રહેવા માટે આવ્યો હતો જે બાદ અચાનક પરિવારની ત્રણ મહિલાઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આપી પહોંચી હતી અને ત્રણેય મૃતકોને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જોકે પોલીસને હજુ સુધી આપઘાત પાછળું કારણ જાણવા મળ્યું નથી ત્યારે પોલીસ દ્વારા પરિવારજનોની અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરા બેંક કર્મચારી, ચંદન પાર્કમાં આપઘાત
આ સિવાય 14 ઓકટોબરના રોજ વડોદરાના બેંક કર્મચારીની રહસ્યમય સંજોગોમાં આપઘાત કર્યો હતો, જાતે જ ઓક્સિજન બોટલ અને મો પર માસ્ક લગાવી સુઈ જતાં મૃત્યુ થયું હતું.તો 12 ઓક્ટોબરે વડોદરામાં જ ચંદન પાર્કમાં માતા-પુત્રીનું આપઘાત કર્યો હતો પીએમ રિપોર્ટમાં ઝેર પીવાથી મૃત્યુ થયાનો ખુલાસો થયો હતો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.