બ્રેકિંગ ન્યુઝ
VTV / 7-pakistani-soldiers-killed-from-indian-firing-jammu-kashmir
vtvAdmin
Last Updated: 02:15 PM, 2 April 2019
પાકિસ્તાન દ્વારા લાઈન ઓફ કંટ્રોલ પાસે સતત ફાયરિંગ કરીને સીઝફાયરનો ભંગ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાને પૂંછ જિલ્લામાં અને રાજૌરીના નૌશેરામાં ભારે ગોળીબાર કર્યો છે. ત્યારે ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. હાલ ભારત પાકિસ્તાન સીમા પર યુદ્ધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન સામે ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીમાં સાત પાકિસ્તાની સૈનિકોને ઠાર મરાયા છે.
તો ભારતીય સેનાએ પાકિસ્તાનની આઠ ચોકીઓનો પણ ખાતમો બોલાવ્યો છે. ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. તો પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં આપણા બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક જવાન પણ શહીદ થયા છે.
ADVERTISEMENT
આ સિવાય પાકિસ્તનની આ નાપાક હરકતથી સ્થાનિકો પણ ભોગ બન્યા છે. પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં એક સ્થાનિક મહિલા અને એક પાંચ વર્ષની બાળકીનું પણ મોત થયું છે. આ સિવાય પાંચ જવાનો સહિત 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બોર્ડર પર ચાલી રહેલી કાર્યવાહીના પગલે લાઈન ઓફ કંટ્રોલથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં આવેલી તમામ સ્કૂલો પણ બંધ કરી દેવામાં આવી છે. તો પાકિસ્તાન આટલેથી પણ ના અટક્યુ અને મોડી રાતે રાજૌરીના નૌશેરાના લામ સેક્ટરમાં પણ પાકિસ્તાને ગોળીબાર કર્યું. પાકિસ્તાને પૂંછ સેક્ટર અને તે બાદ શાહપુર, કિરની, મેંઢર, બાંદી ચેચિયા, મંધાર, કૃષ્ણાઘાટી, મનકોટ, બાલાકોટ અને મેંઠર સેક્ટરમાં ફાયરિંગ કર્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.