બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / નેપાળમાં 7 ભારતીયોના મોત, પહાડથી આવી આફત અને નદીમાં ગયો જીવ, બન્યું હૈયું કંપાવે તેવું
Last Updated: 10:39 AM, 12 July 2024
Nepal Landslide : નેપાળ ભૂસ્ખલનમાં બે બસ નદીમાં તણાઇ ગયા બાદ હવે મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં બે બસો નદીમાં તણાઇ ગયા બાદ હવે સામે આવ્યું છે કે, 7 ભારતીયના આ દુર્ઘટનામાં મોત થયા છે. આજે વહેલી સવારે બનેલી ઘટનામાં બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો એટલે કે સંભવિત 60 થી વધુ લોકો લાપતા છે. આ તરફ હવે અકસ્માતની ગંભીરતાને જોતાં મૃતકોની સંખ્યા વધી શકે છે.
ADVERTISEMENT
નેપાળના બીરગંજથી કાઠમંડુ જઈ રહેલી એક બસ ત્રિશુલી નદીમાં પડી હતી, જેમાં સાત ભારતીયોના મોત થયા હતા. વાસ્તવમાં નેપાળમાં અતિશય વરસાદને કારણે અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે, જેના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ તરફ આજે સવારે અચાનક બે બસો નદીમાં તણાઇ જતાં સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું. જે બાદમાં હાલ માહિતી સામે આવી છે કે, આ ઘટનામાં અત્યાર સુધી 7 ભારતીયોના મોત થયા છે.
ADVERTISEMENT
#WATCH | Rescue and search operation underway after two buses carrying around 63 passengers were swept away into the Trishuli River due to a landslide on the Madan-Ashrit Highway in Central Nepal this morning.
— ANI (@ANI) July 12, 2024
(Source: Purushottam Thapa, DIG of the Armed Police Force, Nepal) pic.twitter.com/OqhYc6C6wz
કાઠમંડુ પોસ્ટના જણાવ્યા અનુસાર ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ઈન્દ્રદેવ યાદવે જણાવ્યું કે, કાઠમંડુ જઈ રહેલી એન્ગાસ બસમાં 24 મુસાફરો હતા, જ્યારે કાઠમંડુથી ગૌર જઈ રહેલી ગણપતિ ડીલક્સ બસમાં લગભગ 41 લોકો હતા. આ અકસ્માત સવારે 3.30 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. ગણપતિ ડીલક્સ બસમાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરોએ છલાંગ લગાવીને જીવ બચાવવામાં સફળતા મેળવી હતી. પોલીસ અધિક્ષક ભાવેશ રિમાલે કાઠમંડુ પોસ્ટને જણાવ્યું કે, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના જવાનો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે.
વધુ વાંચો : નેપાળના પહાડો ચિચિયારીથી ગૂંજ્યા, ભૂસ્ખલન થતાં બે બસ નદીમાં ખાબકી, 60 મુસાફરો તણાયા
આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન પુષ્પ કમલ દહલે સંબંધિત એજન્સીઓને શોધ અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી છે.
Nepal Prime Minister Pushpa Kamal Dahal tweets, "I am deeply saddened by the reports of about five dozen passengers that are missing when bus was washed away by a landslide on the Narayangadh-Muglin road section and the loss of properties due to floods and landslides in different… pic.twitter.com/cK5S7BF3fs
— ANI (@ANI) July 12, 2024
PM દહલે ટ્વિટર પર લખ્યું કેનારાયણઘાટ-મુગલિંગ રોડ સેક્શન પર સિમલતારમાં ભૂસ્ખલનમાં તેમની બસો ધોવાઈ જતાં લગભગ પાંચ ડઝન મુસાફરોના ગુમ થવાના સમાચાર અને દેશના વિવિધ ભાગોમાં આપત્તિને કારણે થયેલા નુકસાનના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. હું ગૃહ પ્રશાસન સહિત તમામ સરકારી એજન્સીઓને મુસાફરોને શોધવા અને બચાવવા માટે નિર્દેશ આપું છું.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.