7 dead including 3 children in indiscriminate shooting at American Christian school
BIG BREAKING /
અમેરિકામાં ફરી ફાયરિંગ: ક્રિશ્ચિયન સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબારમાં 3 બાળકો સહિત 7નાં મોત, હુમલાખોર પણ ઠાર
Team VTV07:37 AM, 28 Mar 23
| Updated: 07:47 AM, 28 Mar 23
અમેરિકામાં ફરી ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 3 બાળકો સહિત 7 લોકોના મોત થયા છે.
ફરી ફાયરિંગથી હચમચી ગયું અમેરિકા
સ્કૂલમાં અંધાધૂધ ફાયરિંગ
3 બાળકો સહિત 7ના મોત
અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સોમવારે આવી જ એક ઘટનામાં 3 બાળકો સહિત 7 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. અંધાધૂધ ફાયરિંગની આ ઘટના અમેરિકાના ટેનેસી રાજ્યના નેશવિલેમાં એક ક્રિશ્ચિયન સ્કૂલની અંદર બની છે.
28 વર્ષીય યુવતીએ કર્યું ફાયરિંગ
આ ઘટનાને 28 વર્ષની યુવતીએ અંજામ આપ્યો છે. પોલીસે ફાયરિંગ કરનાર યુવતીને ઠાર મારી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફાયરિંગ બાદ બાળકોને સ્થાનિક વેન્ડરબિલ્ટની મોનરો કેરેલ જુનિયર ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
પોલીસ સાથેની અથડામણમાં હુમલાખોર યુવતી ઠાર
હોસ્પિટલના પ્રવક્તા જ્હોન હાઉસરે જણાવ્યું કે, હોસ્પિટલ પહોંચતાની સાથે જ ડોક્ટરોએ ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા. આ સિવાય વધુ 4 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ જે સ્કૂલમાં ફાયરિંગની ઘટના બની તેમાં કુલ 200 બાળકો અભ્યાસ કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોર યુવતીએ સાઈડના દરવાજાથી બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો હતો. હુમલો કર્યા બાદ તે સ્કૂલના બીજા માળે પહોં
#UPDATE | Seven dead at Nashville Christian School shooting. Deceased shooter is a young female. Suspect entered building through a side door entrance & was confronted on the second floor of the Church and killed by police: police
રાષ્ટ્રપતિ બાઈડને બોલાવી બેઠક
આ ઘટના બાદ રાષ્ટ્રપતિ જો બાઈડને હુમલાના હથિયારો પર પ્રતિબંધ મૂકવા બેઠક બોલાવી છે. બાઈડને કહ્યું કે, અમે આ સ્થિતિ પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છીએ. બંદૂકની હિંસાને રોકવા માટે વધુ પગલાઓ ભરવા પડશે. આવી ઘટનાઓ દેશની આત્માને ચીરી રહી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ ઘટનામાં શૂટર પાસે એક પિસ્તોલ અને બે AK-47 હથિયારો મળી આવ્યા છે.
US: Biden calls Nashville shooting "sick", urges Congress to pass assault weapons ban
1. 18 જુલાઈએ અમેરિકાના ઈન્ડિયાનામાં ગ્રીનવુડ પાર્ક મોલમાં ફાયરિંગની ઘટના બની હતી. અંધાધૂધ ગોળીબાર દરમિયાન 10 લોકોને ગોળી વાગી હતી. જેમાંથી 3ના મોત થયા હતા.
2. 11 જુલાઈના રોજ કેલિફોર્નિયાના દક્ષિણ ભાગમાં હાઉસ પાર્ટી દરમિયાન હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા સહિત 5 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
3. 4 જુલાઈના રોજ અમેરિકામાં 246મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન શિકાગો, ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્કમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં અચાનક ગોળીબાર શરૂ થયો, જેમાં 6 લોકોના મોત થયા. બીજા જ દિવસે, 5 જુલાઈએ ઇન્ડિયાનાના બ્રેઇન્ડિયાના ગેરી વિસ્તારમાં ફાયરિંગને કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યો.
4. 1 જૂનના રોજ ઓક્લાહોમાના ટુલસામાં એક શખ્સે હોસ્પિટલની બિલ્ડિંગમાં ઘૂસીને ફાયરિંગ કર્યું. આ ઘટનામાં 4 લોકોના મોત થયા હતા. હુમલો કર્યા બાદ હુમલાખોરે આત્મહત્યા પણ કરી લીધી હતી.
5. સૌથી વધારે ખતરનાક ઘટના 15 મેના રોજ અમેરિકાના ટેક્સાસમાં સામે આવી હતી. જ્યારે ઉવાલ્ડે શહેરમાં 18 વર્ષના યુવકે સ્કૂલમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું, જેમાં 19 વિદ્યાર્થીઓ સહિત 23 લોકોના મોત થયા હતા. આ હુમલામાં 3 શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યો હતો.
ચી ગઇ હતી. અહીં પોલીસ સાથેની અથડામણમાં તેને પણ ઠાર મારવામાં આવી હતી.