કંડલાના દરિયામાં બાર્જ ડૂબવાનો મામલો, 7 ક્રૂ મેમ્બરોનો આબાદ બચાવ

By : krupamehta 10:47 AM, 14 June 2018 | Updated : 10:47 AM, 14 June 2018
કંડલાના દરિયામાં ક્રુ મેમ્બર સાથે એક બાર્જ ડુબવાના મામલે કોસ્ટગાર્ડ અને કંડલા પોર્ટે તમામ ક્રુ મેમ્બરને બચાવી લીધા છે.

આ બનાવની વિગત એવી છે કચ્છના કંડલાના દરિયામાં 7 ક્રુ મેમ્બર સાથેનું એક બાર્જ ગત રાત્રે ડૂબી ગયું હતું. આ બાર્જમાં 7 ક્રુ મેમ્બર ગુમ થયા હતા. જેના કારણે કોસ્ટગાર્ડ અને કંડાલા પોર્ટના જહાજો મદદ માટે રવાના કરી દેવાયા હતા. ઉપરાંત પોર્ટના અન્ય ટગ અને બોટ પણ મદદ માટે રવાના કરી દેવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, કિનારાથી 2 કિલોમીટર દૂર બાર્જ ડૂબવા લાગ્યું હતું. જેમાં સવાર 7 ક્રૂ મેમ્બર્સ લાપતા થઇ ગયા હતા જો કે બાદમાં એમની આબાદ બચાવગીરી કરવામાં આવી હતી. Recent Story

Popular Story