બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 7 accidents occurred in a single day in the state. So far 8 people have lost their lives in different accidents

અકસ્માત / ઘરે આપની કોઈ રાહ જોઈ રહ્યું છે! ગોઝારો સાબિત થયો સોમવાર, આજે કુલ 7 અકસ્માતની ઘટનામાં 8ના મોત

Dinesh

Last Updated: 07:26 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Accident News: નવસારી, અમદાવાદ, રાજકોટ તેમજ બોટાદ, ભાવનગર સહિત છ જગ્યાએ અકસ્માત સર્જાયા છે, જેમાં છ જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે

  • રાજ્યમાં રોડ અકસ્માતની આજે સાત ઘટના
  • નવસારીના ચીખલીમાં આલ્ફા હોટલમાં કાર ઘૂસી
  • ભાવનગર-સોમનાથ હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત

રાજ્યમાં એક જ  દિવસમાં  7 અકસ્માત થયા. અલગ- અલગ અકસ્માતમાં અત્યાર સુધી 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 9થી વધુ લોકોને ઇજા પહોંચી છે. અમદાવાદના વાસણા પાસે ડમ્પરે શ્રમિક મહિલાનો ભોગ લીધો તો સુરતના ઉધનામાં બસની ટક્કરથી એક રાહદારીનું મોત થયું છે. જોકે અકસ્માત બાદ ડ્રાઇવર ફરાર થયો છે. જ્યારે બોટાદના ઢસા ગામે બસ અને ટ્રકના અકસ્માતથી બસમાં સવાર 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ તો રાજકોટના ગોંડલ-શ્રીનાથગઢ રોડ પર કાર અને ઓટોરિક્ષાનો અકસ્માતમાં ખુમસિંહ ગોહિલ નામના 50 વર્ષીય વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે તો આ તરફ મહેસાણાના ખેરાલુમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક 18 વર્ષીય યુવકનું મોત થયું છે. ખેરાલુમાં એક અજાણ્યા કાર ચાલકે બાઈક ચાલકેને ટક્કર મારી હતી. તો અમદાવાદમાં ડમ્પરની અડફેટથી માતા-પુત્રનું મોત નિપજ્યું છે. તો રાજકોટના હીરાસર એરપોર્ટ પાસે પણ  અકસ્માત થયો. જેમાં રિક્ષા પલટી જતા 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે.

ઢસા ગામે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
બોટાદના ઢસા ગામે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. પાર્ક કરેલી ખાનગી બસને ટ્રકે ટક્કર મારી છે. બસમાં સવાર 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ થયુ છે. 4 ઈજાગ્રસ્ત મુસાફરોને અમરેલી હોસ્પિટલ ખસેડાયા છે. 

AMCના વાહને મહિલાનો ભોગ લીધો
અમદાવાદમાં મહાપાલિકાના વાહને મહિલાનો ભોગ  લીધો છે. શહેરના વાસણા સ્થિત જી.બી. શાહ કોલેજ નજીક દૂર્ઘટના ઘટી છે. પોલીસે બેફામ ચલાવતા ડમ્પર ચાલકને જેલ હવાલે કર્યો છે. દૂર્ઘટનામાં શ્રમિક મહિલાનું મોત નિપજ્યું છે. મૃતક મહિલાના પતિનો પગ પણ કચડતા હોસ્પિટલ ખસેડાયા છે. 

આલ્ફા હોટલમાં કાર ઘૂસી
નવસારીના ચીખલીમાં આલ્ફા હોટલમાં કાર ઘૂસી છે. પાર્કિગ કર્યા બાદ ડ્રાઈવરે એક્સિલેટર પર પગ મૂકી દેતા ઘટના બની છે.  બેકાબૂ કારે હોટલમાં બેસેલા ગ્રાહકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં 3 લોકોને થઈ ઈજાઓ થઈ છે. 

બેફામ ડમ્પર ચાલકો
અમદાવાદમાં ડમ્પરની અડફેટે માતા-પુત્રનું મોત થયું છે. હેબતપુર સમત્વ ચાર રસ્તા પાસે ડમ્પરચાલકે માતા-પુત્રને અડફેટે લીધા છે. ટ્રાફિક પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. 

હીરાસર એરપોર્ટ પાસે અકસ્માત 
રાજકોટના હીરાસર એરપોર્ટ પાસે અકસ્માત સર્જાયો છે, રિક્ષા પલટી જતા 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે. રિક્ષાચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. 

ભાવનગર-સોમનાથ હાઈવે પર અકસ્માત
ભાવનગર-સોમનાથ હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત થયું છે. પૂરપાટ ઝડપે જતાં કારચાલકે મહિલાને અડફેટે લીધી છે. સંગીતાબેન નામની મહિલાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું છે. અન્ય એક મહિલાને પણ ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ભરૂચના જંબુસરમાં અકસ્માત
ભરૂચના જંબુસરના તાડીયા હનુમાન વિસ્તારમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એક યુવાનનું 20 વર્ષીય રોહિત વસાવાનું મોત થયું છે. મીઠાના ટ્રક પાછળ બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Accident News Road Accident News અકસ્માત ન્યૂઝ અકસ્માતની ઘટના રોડ અકસ્માતની ઘટના Road Accident News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ