નેશનલ ફિલ્મ એવોર્ડ / અક્ષય કુમાર અને આયુષ્માન ખુરાનાને મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર, 'અંધાધૂન' બની બેસ્ટ હિંદી ફિલ્મ

66th National Film Awards 2019 Ayushmann Khurrana, Akshay Kumar receive the award

66મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત થઇ ગઇ છે. આ ખાસ કાર્યક્રમને દિલ્હીના વિજ્ઞાન ભવન આયોજિત કરવામાં આવ્યુ છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ વિજેતાઓને પુરસ્કાર આપવાના છે. એક્ટ્રેસ દિવ્યા દત્તા આ કાર્યક્રમને હોસ્ટ કરશે. 66મા નેશનલ એવોર્ડ્સમાં અંધાધૂન, પદ્માવત, બધાઇ હો, ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક જેવી ફિલ્મોનો દબદબો રહ્યો છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જોકે, તબિયત ખરાબ હોવાને કારણે બિગ બી કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ