65માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત શુક્રવારે કરી દેવામાં આવી છે. આ કડીમાં ફિલ્મ 'ન્યૂટન'માં શાનદાર અભિનય માટે પંકજ ત્રિપાઠીને સ્પોશિયલ એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત 'ન્યૂટન'ને બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. જ્યારે ગુજરાતી ફિલ્મ `ઢ' ને પણ એવોર્ડ મળ્યો છે. મનીષ સૈની ફિલ્મ 'ઢ' ના ડિરેક્ટર છે.
દિવંગત અભિનેત્રી શ્રીદેવીને મોમ માટે બેસ્ટ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળ્યો છે. અલગ અલગ ભાષાઓની ફિલ્મો માટે પુરસ્કારાની જાહેરાત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કમિટીના ચેરમેન શેખર કપૂરે કર્યું.
તો બીજી બાજુ 'બાહુબલી 2'ને બેસ્ટ દાણીતી ફિલ્મ બેસ્ટ એક્શન ડાયરેક્શન અને બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ મૂવીનો પુરસ્કાર મળ્યો છે. બેસ્ટ કોરિયોગ્રાફીનો અવોર્ડ 'ટોયલેટ એક પ્રેમ કથા'ને આપવામાં આવ્યો છે. જણાવી દઇએ કે એની કોરિયોગ્રાફી ગણેશ આચાર્યે કરી હતી.
ગાઝીને બેસ્ટ તેલુગૂ ફિલ્મ જાહેર કરવા પર તાપસી પન્નૂએ ખશી વ્યક્ત કરી હતી. એને કહ્યું ત્રીજી વખત મને નેશનલ એવોર્ડનો ભાગ બનવા માટેની તક પ્રાપ્ત થઇ છે.
બેસ્ટ હિન્દી ફિલ્મ: ન્યૂટન
બેસ્ટ પૉપ્યુલર ફિલ્મ (એન્ટરટેનમેન્ટ): બાહુબલી: ધ કન્ક્લૂઝન
બેસ્ટ એક્શન ડિરેક્શન: અલી અબ્બાસ મોગલ (બાહુબલી: ધ કન્ક્લૂઝન)