બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:27 PM, 23 June 2024
એમપીમાં ઉજ્જેનમાં 60 વર્ષીય કમલેશ પટેલ નામના એક વૃદ્ધનો ભયાનક કાંડ સામે આવ્યો છે અને રેપના પ્રયાસમાં નિષ્ફળતાં મળતાં આરોપીએ મહિલાના ટૂકડા કરી નાખ્યાં હતા અને નિકાલ માટે તેને ટ્રેનોમાં રાખી આવ્યો હતો. પોલીસે મહિલાની હત્યા કરનાર ગુનેગારની ધરપકડ કરી છે, આરોપી કમલેશ પટેલ ઉજ્જૈનનો રહેવાસી છે. તેમની ઉંમર 60 વર્ષ હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
પતિ સાથે ઝગડો થતાં ગાડીમાં પિયર જતી હતી
પતિ સાથે ઝગડો થતાં મહિલા ઉજ્જેન પહોંચી હતી. આરોપી કમલેશ પટેલ મહિલાને લાલચ આપી હીરામીલ ચાલ ખાતે રેલવે ટ્રેક પાસેના એક ઘરમાં લઈ ગયો હતો અને નશીલું પીણું પીવડાવીને તેની પર રેપનો પ્રયાસ કર્યો હતો પરંતુ જાગી ગયેલી મહિલાએ બૂમાબૂમ મચાવી દેતાં આરોપીએ તેને મારીને ટૂકડા કરી નાખ્યાં હતા.
ADVERTISEMENT
બહેરી અને મૂંગી પત્નીએ હેવાન પતિને પકડાવ્યો
આરોપી કમલેશ પટેલની મૂક-બધિર પત્નીએ ઘટનાને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મૂક-બધિર પત્નીએ જણાવ્યું કે આરોપીએ આખી ઘટનાને તેની આંખો સામે જ અંજામ આપ્યો. તેણી તેનાથી એટલી ડરી ગઈ હતી કે તેણીએ આ ઘટનાનો વિરોધ કર્યો ન હતો. તે પીડિતા મીરા બેનને બચાવવા માંગતી હતી પરંતુ આરોપીઓના ડરથી વિરોધ કરી શકી ન હતી. આરોપીએ તેની નજર સામે લાશના છ ટુકડા કરી નાખ્યા હતા.
બળાત્કારમાં નિષ્ફળ જતાં ગાંડો થયો
મૂંગી પત્નીએ જણાવ્યું કે આરોપી કમલેશ પટેલે બળાત્કારમાં નિષ્ફળ જતાં મહિલાની હત્યા કરી હતી. મહિલા તેના પતિ સાથે વિવાદ બાદ ઉજ્જૈન પહોંચી હતી. તે મથુરા જવા માટે રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહી હતી. જ્યારે આરોપી કમલેશ પટેલે મહિલાને તકલીફમાં જોઈ ત્યારે તે તેની પાસે ગયો અને તેની સાથે વાત કરવા લાગ્યો.
પીડિતા ટ્રેનની રાહ જોઈ રહી હતી
જ્યારે આરોપીએ પીડિતા મીરા પાસેથી પરેશાનીનું કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું કે તે તેના પતિ સાથે ઝઘડા બાદ આવી હતી. તે મથુરા જવા માંગે છે. આ માટે તે ટ્રેનની રાહ જોઈ રહી છે. આરોપીઓએ મીરા બેનને ગેરમાર્ગે દોર્યા કે મથુરા જતી ટ્રેન રવાના થઈ ગઈ છે. આગલી ટ્રેન આવે ત્યાં સુધી તે તેની સાથે તેના ઘરે રહી શકે છે. મહિલાએ આરોપીની વાત માની અને તેના ઘરે ગઈ.
વધુ વાંચો : પેપર લીકની તપાસ માટે પહોંચેલી CBI ટીમ પર હુમલો, અધિકારીઓને માર્યાં, ગાડીઓમાં તોડફોડ
નશીલું ભોજન આપીને બેહોશ કરીને રેપનો પ્રયાસ
આરોપીએ ત્યાર બાદ મીરાને બેભાન બનાવીને રેપનો પ્રયાસ કર્યો હતો પરંતુ પીડિતા સંપૂર્ણપણે બેભાન નહોતી. અર્ધબેભાન અવસ્થામાં મહિલાએ આરોપી કમલેશ પટેલને ધક્કો માર્યો હતો, પરંતુ આરોપીએ તેને ન ગણકાર્યો અને તેણે ફરી મીરા પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો જ્યારે આરોપી નિષ્ફળ ગયો તો તેણે મહિલા પર સળિયાથી હુમલો કર્યો હતો અને પછી લાશના ટૂકડા કરી નાખ્યાં હતા અને ટ્રેનોમાં મૂકી આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.