બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 6 હત્યાની એક જ પેટર્ન, પહેલા સંબંધની માંગ બાદમાં મર્ડર, લિપસ્ટિકની નિશાની લેતો સાઈકો કિલર સકંજામાં
Last Updated: 08:33 PM, 9 August 2024
Bareilly Serial Killer: ઉત્તર પ્રદેશના બરેલીમાં પકડાયેલા સાયકો કિલરએ જણાવ્યું કે તેની સાવકી માતા તેને બાળપણમાં ટોર્ચર કરતી હતી. જ્યારે તેણે લગ્ન કર્યા, ત્યારે તેની પત્ની તેને છોડી જતી રહી. તેથી જ સ્ત્રીઓ પ્રત્યે નફરત ઊભી થઈ. આ પછી તે વ્યસની બની ગયો અને જંગલમાં રહેવા લાગ્યો. આખરે ચુન-ચુન કર મહિલાઓને મોતને ઘાટ ઉતારવાનું શરૂ કર્યુ હતું.
ADVERTISEMENT
યુપીના બરેલીમાં ભયનો પર્યાય બની ગયેલા એક સાયકો કિલરની આખરે ધરપકડ કરવામાં આવી છે. તેનું નામ કુલદીપ છે. આરોપ છે કે તેણે લગભગ 14 મહિનામાં એક પછી એક નવ આધેડ મહિલાઓની હત્યા કરી. તમામની નિર્જન ખેતરોમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન સીરિયલ કિલર કુલદીપે જણાવ્યું કે તે મહિલાઓથી ચિડાઈ ગયો હતો. તે તેમને નફરત કરવા લાગ્યો. એટલા માટે તે મહિલાઓને ચુન ચુન કર મારતો હતો. કુલદીપે આ નફરત પાછળની કહાની પણ કહી છે. ચાલો જાણીએ આખો મામલો...
ADVERTISEMENT
વાસ્તવમાં નવ મહિલાઓની હત્યાના આરોપી સાયકો કિલર કુલદીપની સગી માતા અને બે બહેનોનું મૃત્યુ થયું છે. પિતાએ બીજા લગ્ન કર્યા હતા. તેની સાવકી માતા તેને ત્રાસ આપતી હતી. જ્યારે કુલદીપના લગ્ન થયા, થોડા સમય પછી તેની પત્નીએ પણ તેને છોડી દીધો હતો. આ બધી ઘટનાઓએ તેના હૃદય અને મગજમાં સ્ત્રીઓ પ્રત્યે નફરત ભરી દીધી. તેથી જ તેણે મહિલાઓને મારવાનું શરૂ કર્યું હતું.
હત્યાનો આરોપી પોલીસ કસ્ટડીમાં
કુલદીપે બરેલી પોલીસને આપેલા પોતાના કબૂલાતના નિવેદનમાં જણાવ્યું હતું કે તેના પિતા બાબુરામે તેની માતા જીવતી હતી ત્યારે બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. કુલદીપના કહેવા પ્રમાણે- પિતા બાબુરામ સાવકી માતાના કહેવાથી સગી માતાને મારતા હતા. તેઓ મને અને મારી બહેનોને પણ મારતા હતા. પિતાના આ અત્યાચારો અને મુસીબતોને કારણે સગી માતા અને બંને બહેના મોત થયા.
આ ઘટનાઓએ કુલદીપના મનમાં નફરત પેદા કરી. તે પાગલ વ્યક્તિની જેમ વર્તવા લાગ્યો. જો કે, ત્યાં સુધી તે સાયકો કિલર બન્યો ન હતો. આ દરમિયાન કુલદીપે વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. પરંતુ આ દરમિયાન તે હિંસક બની ગયો હતો. તેણે તેની પત્નીને મારવાનું શરૂ કર્યું. કુલદીપના ત્રાસથી કંટાળીને તેની પત્નીએ તેને છોડી દીધો હતો. તેની પત્નીએ તેને છોડી દીધા પછી, કુલદીપ જંગલો અને એકાંત સ્થળોએ રહેવા લાગ્યો. પગપાળા ભટકવું, મોબાઈલ ફોન ન રાખવો અને વિચિત્ર વર્તન કરવું એ તેમનો સ્વભાવ બની ગયો હતો.
તે નશાનો બંધાણી થઇ ગયો હતો. સમાજથી દૂર રહીને તેના મનમાં સિરિયલ કિલિંગનો વિચાર આવ્યો. જે બાદ તેણે 45 થી 55 વર્ષની (મધ્યમ ઉંમર)ની મહિલાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું. પહેલા તે મહિલાઓની રેકી કરતો હતો, જ્યારે તેને સંતોષ થતો હતો કે મહિલા એકલી છે તો તેને ખેતરમાં ખેંચીને સાડી કે દુપટ્ટા વડે તેનું ગળું દબાવી દેતો હતો.
મહિલાઓની હત્યા કર્યા પછી સાયકો કિલર કુલદીપ તેની લાશને ખેંચી લેતો હતો અને પછી તેમના ગળામાં ગાંઠ બાંધતો હતો. જ્યારે તેને કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે મહિલા મરી ગઇ છે કે નહી તે ચેક કરવા આવુ કરતો હતો. કુલદીપે આ જ પેટર્નને અનુસરીને 6 હત્યાઓ કર્યાનું કબૂલ્યું છે.
મહિલાઓની હત્યા કર્યા બાદ આ કામ કરતો હતો
9 ઓગસ્ટએ બરેલીના SSP અનુરાગ આર્યએ આ સીરિયલ કિલિંગનો પર્દાફાશ કર્યો અને કુલદીપને મીડિયાની સામે રજૂ કર્યો. આ દરમિયાન તેણે જણાવ્યું કે આ વિસ્તારમાં થયેલી કેટલીક હત્યાઓના સંબંધમાં કુલદીપની ધરપકડ કરવામાં આવી છે. મહિલાઓને લઈને આરોપીના મનમાં હતાશા છે. વિરોધ કરવા પર તેનું ગળું દબાવીને મારી નાખતો હતો. આરોપીએ 6 ઘટનાઓની કબૂલાત કરી છે. હાલ તપાસ ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર કુલદીપ મહિલાઓને અલગ-અલગ જગ્યાએ બંધક બનાવીને તેમની પાસેથી શારીરિક સંબંધની માંગ કરતો હતો. જ્યારે પીડિતો વિરોધ કરે ત્યારે કુલદીપ સાડી/દુપટ્ટા વડે તેનું ગળું દબાવીને હત્યા કરતો હતો. હત્યા બાદ તે મૃતકની કેટલીક ચીજવસ્તુઓ સ્મૃતિ ચિહ્ન તરીકે પોતાની પાસે રાખતો હતો જેમ કે હંસિયા, લિપસ્ટિક, બિંદી કે આધાર કાર્ડ.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 14 મહિનામાં બરેલીના શાહી અને શીશગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના લગભગ 25 કિલોમીટરના દાયરામાં 9 મહિલાઓની હત્યા કરવામાં આવી છે. દરેકની પેટર્ન સરખી જ હતી. પોલીસે આ ઘટનાના સ્કેચ બહાર પાડ્યા હતા. સ્કેચ જાહેર કર્યાના 48 કલાકમાં સાયકો કિલરની ધરપકડ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.