બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ગુજરાતના પાડોશી રાજ્યમાં હીટવેવથી 6 લોકોના મોત, પારો પહોંચ્યો 49 ડિગ્રીએ, રેડ એલર્ટ જાહેર
Last Updated: 10:41 PM, 23 May 2024
રાજસ્થાનમાં ભીષણ ગરમી પડી રહી છે. હીટવેવને કારણે અત્યાર સુધીમાં છના મોત થયા છે. બાડમેર શહેર વિશ્વનું બીજું સૌથી ગરમ શહેર છે. પાકિસ્તાનનું જેકોબાબાદ શહેર નંબર વન પર છે. ગુરુવારે બાડમેરમાં તાપમાન 49 ડિગ્રીની નજીક પહોંચી ગયું હતું. રાજસ્થાનના 22 જિલ્લામાં આગામી ચાર દિવસ માટે હીટ વેવનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
રાજસ્થાનના પશ્ચિમી જિલ્લા અનુપગઢ, બાલોત્રા, બાડમેર, બિકાનેર, જેસલમેર, જોધપુર, જોધપુર ગ્રામીણ, કોટા, ફલોદીમાં આગામી 24 કલાકમાં આકરી ગરમી પડવાની સંભાવના છે. આપત્તિ વ્યવસ્થાપન સહાય અને સુરક્ષા વિભાગ અને મહેસૂલ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. રાજસ્થાનમાં આજે એક જ દિવસમાં હીટવેવને કારણે છ લોકોના મોત થયા હતા, જેમાં જાલોર જિલ્લામાં એક મહિલા સહિત ચારના મોત થયા હતા, જ્યારે બાલોત્રા જિલ્લામાં રિફાઇનરીમાં કામ કરતા એક મજૂરનું ગરમીને કારણે મોત થયું હતું. જોધપુરમાં હીટવેવને કારણે વધુ એક મોત થયું છે.
ADVERTISEMENT
રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારના થારનું પ્રવેશ દ્વાર સુર્યનગરની જોધપુર માનવામાં આવે છે અને પશ્ચિમ વિસ્તારના બાકીના જિલ્લાઓ થાર રણમાં આવે છે. આ વખતે તે તમામ જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મે મહિનાની શરૂઆત સાથે જ ગરમી અને લૂના કારણે તાપમાનમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સવારથી જ આકરી ગરમી અને લૂ શરૂ થઈ જાય છે, જેના કારણે દિવસભર માર્ગો પર સન્નાટો જોવા મળે છે.
સૂર્યના પ્રથમ કિરણો સાથે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ શરૂ થાય છે. દિવસ દરમિયાન આકરા તડકા અને હીટવેવ બાદ રાત્રે ગરમ પવનોએ પણ લોકોની હાલત દયનીય બનાવી દીધી છે. બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યુ જેવું દ્રશ્ય જોવા મળે છે. છેલ્લા ઘણા દિવસોથી બાડમેર રાજસ્થાનનો સૌથી ગરમ જિલ્લો રહ્યો છે. ગુરુવારે અહીં તાપમાન 49 ડિગ્રીએ પહોંચી ગયું હતું. આ સાથે અન્ય તમામ જિલ્લાઓમાં પણ તાપમાન 45 ડિગ્રીથી ઉપર રહ્યું હતું.
રસ્તા પર પાણીનો છંટકાવ
પ્રશાસન દ્વારા આકરા તાપથી રાહત આપવા રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સામાન્ય લોકોને રાહત મળે તે માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર એન્ટી સ્મોક ગનથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ તમામ પ્રયાસોને છતાં સામાન્ય લોકોને ગરમીમાંથી કોઈ રાહત મળી રહી નથી. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે મે મહિનામાં લોકોને ગરમીથી રાહત મળવાની શક્યતા ઓછી છે.
રાજસ્થાનમાં દિવસની શરૂઆતથી જ ભેજ અને ગરમીની અસર વધતી જાય છે. જેના કારણે કુલર અને પંખા પણ રાહત આપી શકતા નથી. હીટવેવ અને આગઝરતી ગરમી મોડી સાંજ સુધી રહે છે. બપોરે 1 વાગ્યા પછી 4 વાગ્યા સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થાય છે. જેના કારણે લોકોને ઘરમાં બેસવું પણ મુશ્કેલ બની ગયું છે.
રાજસ્થાનના 22 જિલ્લામાં હીટ વેવનું રેડ એલર્ટ
હવામાન વિભાગે શુક્રવારથી 22 જિલ્લાઓમાં આગામી ચાર દિવસ માટે હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં ભારે ગરમીનો કહેર યથાવત રહેશે. મે મહિનામાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી છે. અહીં પ્રશાસને ગરમીથી બચવા તૈયારીઓ કરી છે અને હોસ્પિટલોમાં બેડ રિઝર્વ રાખવાની સૂચનાઓ પણ આપી છે.
જોધપુર જિલ્લા કલેક્ટર ગૌરવ અગ્રવાલે વીજ વિભાગના કર્મચારીઓને ઉનાળામાં વીજળીની વધુ માંગ અને વીજ કાપની સમસ્યાને ઉકેલવા માટે નિર્દેશો આપ્યા છે. જિલ્લા કલેકટરે સૂચના આપી હતી કે વધતી જતી ગરમી અને ગરમીના હિટવેવને જોતા સામાન્ય જનતાને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે અવિરત વીજ પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવે. આ સાથે પેન્ડીંગ વીજ જોડાણોનો પણ એક સપ્તાહમાં ઉકેલ લાવવામાં આવે.
આ પણ વાંચોઃબાપ રે! અમદાવાદમાં નોંધાયું 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન, અંગ દઝાડતી ગરમીમાં શેકાયું ગુજરાત
ખાનગી શાળાઓ બાળકોને બોલાવશે તો કાર્યવાહી
આ સાથે કલેકટરે જણાવ્યું હતું કે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ખાનગી શાળાઓને પણ બાળકોને શાળાએ ન બોલાવવા કડક સૂચના આપવામાં આવી છે. જે પણ શાળા બાળકોને શાળાએ બોલાવશે તેની સામે પગલાં લેવા શિક્ષણ વિભાગને આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આદેશ મુજબ જળ વિભાગ, વિદ્યુત વિભાગ, મહેસૂલ અધિકારીઓ અને તમામ પ્રકારની હેલ્પલાઇનમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.