બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગોઝારો ગુરૂવાર અકસ્માતોમાં 6 લોકોનાં મોત અને 9 લોકો ઘાયલ

ગમખ્વાર / ગોઝારો ગુરૂવાર અકસ્માતોમાં 6 લોકોનાં મોત અને 9 લોકો ઘાયલ

Last Updated: 06:22 PM, 15 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરૂવાર ગુજરાત માટે ગંભીર રહ્યો હતો. આજે અલગ અલગ ચાર અકસ્માતમાં રાજ્યનાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 9 લોકો ઘાયલ થયા હતા. છોટાઉદેપુર, નવસારી, દ્વારકા અને ધંધુકામાં અકસ્માતની ઘટનાઓ નોંધાઇ હતી. ગુજરાતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો તઇ રહ્યો છે.

ગુરૂવાર ગુજરાત માટે ગંભીર રહ્યો હતો. આજે અલગ અલગ ચાર અકસ્માતમાં રાજ્યનાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 9 લોકો ઘાયલ થયા હતા. છોટાઉદેપુર, નવસારી, દ્વારકા અને ધંધુકામાં અકસ્માતની ઘટનાઓ નોંધાઇ હતી. ગુજરાતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો તઇ રહ્યો છે.

છોટાઉદેપુરમાં અકસ્માત

છોટાઉદેપુરમાં અકસ્માતની ઘટના બની હતી. છોટાઉદેપુરના તાંબોલીયા ગામે અકસ્માતમાં 2ના મોત થયા છે. 2 બાઈક સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. રાહુલ રાઠવા અને અમિત રાઠવા નામના બાઈક ચાલકોનું મોત થયું હતું. અકસ્માત સર્જાતા બંન્ને બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પાછળ બેઠેલો યુવાન હાલ સારવાર હેઠળ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

નવસારીમાં અકસ્માત

નવસારીના પર્થાણ ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના નોંધાઇ હતી. અજાણ્યા વાહન ચાલકે બાઈક પર જતા પિતા-પુત્રને અડેફેટે લીધા હતા. બાઈક પરથી પટકાતા પિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પુત્રને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે લઇ જવાયો છે. નવસારીથી સુરત તરફ જતા માર્ગ અકસ્માત નડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોચી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો : શું GPSC જાતી જોઇને માર્ક્સ આપે છે? ભાજપનાં જ દિગ્ગજ નેતાએ આક્ષેપ કરતા ચકાચર

દ્વારકામાં ટ્રક ચાલક બન્યો બેફામ

દ્વારકાના ભોગાત ગામે ટ્રકે બાઇકને અડફેટે લીધું હતું. દ્વારકા-પોરબંદર હાઇવે પર અકસ્માતમાં બાઇકચાલકનું મોત નિપજ્યું છે. જામખંભાળિયાના ધીરજ મેસવાણીયાનું મોત થયું હતું. અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઇ છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દ્વારકાના ભોગાત ગામે અકસ્માત નોંધાયો હતો. ટ્રકે બાઇકને અડફેટે લીધું હતું. બાઇકચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. પોલીસે તપાસ આદરી છે.

ઇકો ચાલકો બન્યા બેફામ

ધંધુકા-રાણપુર હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે. ઇકો અને સ્વિફ્ટ કાર વચ્ચે થયો ભયંકર અકસ્માત થયો હતો. અકસ્માતમાં બોટાદના 22 વર્ષીય અક્ષય રાજગોરનું મોત નિપજ્યું છે. કારમાં સવાર અન્ય 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બે લોકોની હાલત ગંભીર હોવાથી દાખલ કરાયા હતા. બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે ભાવનગર ખસેડાયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

accidents in Gujarat 6 people died 9 people were injured in Gujarat accident in gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ