બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ બનાવ્યો અનોખો રેકોર્ડ, એક જ જીલ્લાના 6 લોકો બનશે સાંસદ
Priykant Shrimali
Last Updated: 03:10 PM, 5 June 2024
Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામો પણ આવી ગયા છે. આ વખતે ઉત્તર પ્રદેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલ ઈટાવા જિલ્લાએ દેશમાં ઈતિહાસ રચ્યો છે. વાત જાણે એમ છે કે, પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં જિલ્લામાંથી 6 લોકો એકસાથે સાંસદ તરીકે ચૂંટાયા છે . તે પણ અલગ-અલગ જિલ્લાની વિવિધ લોકસભા બેઠકો પરથી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ઈટાવા જિલ્લાના રહેવાસી અખિલેશ યાદવ કન્નૌજથી, ડિમ્પલ યાદવ મૈનપુરીથી, જિતેન્દ્ર દોહરા ઈટાવાથી, અક્ષય યાદવ ફિરોઝાબાદથી, આદિત્ય યાદવ બદાઉનથી અને ધર્મેન્દ્ર યાદવ આઝમગઢથી જીતીને સંસદમાં પહોંચ્યા છે.
ADVERTISEMENT
આ પહેલા પણ આ જિલ્લામાંથી 4 સભ્યો એકસાથે સંસદની ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા છે. 2014માં જિલ્લાની મુલાયમ સિંહ, ડિમ્પલ યાદવ, ધર્મેન્દ્ર યાદવ અને અક્ષય યાદવ અલગ-અલગ સીટો પર જીત્યા હતા. 2019માં પણ આ જિલ્લામાંથી 4 સાંસદો ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં મુલાયમ સિંહ યાદવ, ધર્મેન્દ્ર યાદવ અને પ્રેમદાસ કથેરિયા જીત્યા હતા.
આવો જાણીએ ઇટાવા જિલ્લા વિશે
ADVERTISEMENT
ઇટાવા જિલ્લો ઉત્તર પ્રદેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં સ્થિત છે. યુપી સરકાર અનુસાર આ જિલ્લાનો કુલ વિસ્તાર 2311 ચોરસ કિલોમીટર છે. ઉત્તરમાં તે કન્નૌજ અને મૈનપુરીથી અને પશ્ચિમમાં આગ્રા જિલ્લાથી ઘેરાયેલું છે. ઈતિહાસકારોના મતે રામાયણ અને મહાભારતના સમયમાં પણ ઈટાવા અસ્તિત્વમાં હતું. એવું કહેવાય છે કે, આર્ય જાતિના પ્રથમ લોકો જેઓ એક સમયે અહીં રહેતા હતા તેઓ પંચાલ તરીકે ઓળખાતા હતા. ઈટાવામાં કુલ 471 ગ્રામ પંચાયતો અને 692 ગામો છે. 1990ના દાયકામાં આ જિલ્લો મુલાયમ સિંહના કારણે ચર્ચામાં આવ્યો હતો.
6 સાંસદો પ્રથમ વખત ચૂંટાયા
ADVERTISEMENT
અખિલેશ યાદવ : સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ ઈટાવા જિલ્લાના સૈફઈના રહેવાસી છે. આ વખતે અખિલેશ કન્નૌજથી સપાના સિમ્બોલ પર ચૂંટણી લડી રહ્યા હતા. ઈટાવાથી કન્નૌજનું અંતર લગભગ 100 કિલોમીટર છે. તેમણે કન્નૌજ બેઠક પરથી ભાજપના સુબ્રત પાઠકને 1 લાખ 70 હજાર મતોથી હરાવ્યા છે. અખિલેશ આ પહેલા પણ કન્નૌજથી સાંસદ રહી ચૂક્યા છે. મુલાયમ પરિવારે વર્ષ 1999માં પ્રથમ વખત કન્નૌજ બેઠક જીતી હતી. તે સમયે મુલાયમ સિંહ પોતે અહીંથી રહેતા હતા. બાદમાં તેમણે આ સીટ તેમના પુત્ર અખિલેશને આપી હતી.
ડિમ્પલ યાદવ : અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ મૈનપુરી લોકસભાથી ચૂંટણી જીતીને સંસદ પહોંચી છે. ડિમ્પલ 2022માં અહીંથી પેટાચૂંટણી પણ જીતી ચૂકી છે. મૈનપુરીને મુલાયમ પરિવારનો ગઢ માનવામાં આવે છે. આ વખતે ડિમ્પલનો સામનો ભાજપના શક્તિશાળી મંત્રી જયવીર સિંહ સાથે હતો. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ડિમ્પલે ભાજપના જયવીર સિંહને 2 લાખ 21 હજાર મતોથી હરાવ્યા છે. અહીં BSPના શિવ પ્રસાદ યાદવને 66 હજાર વોટ મળ્યા છે.
ADVERTISEMENT
ધર્મેન્દ્ર યાદવ: મુલાયમ સિંહના ભત્રીજા ધર્મેન્દ્ર યાદવ પણ આ વખતે સાંસદ ચૂંટણી જીત્યા છે. ધર્મેન્દ્ર પૂર્વાંચલની આઝમગઢ સીટથી સપાના સિમ્બોલ પર ચૂંટણી લડી રહ્યા હતા. ધર્મેન્દ્ર મુલાયમના ભાઈ અભયરામ યાદવના પુત્ર છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્રએ ભાજપના દિનેશ લાલ યાદવને 1 લાખ 61 હજાર મતોથી હરાવ્યા છે. આ ચૂંટણીમાં ધર્મેન્દ્રને 5 લાખથી વધુ વોટ મળ્યા છે. આઝમગઢ સીટ મુલાયમ પરિવારનો ગઢ પણ માનવામાં આવે છે. મુલાયમ અને અખિલેશ અહીંથી સાંસદ રહી ચૂક્યા છે.
આદિત્ય યાદવ: અખિલેશના પિતરાઈ ભાઈ આદિત્ય યાદવ પણ બદાઉન બેઠક પરથી 18મી લોકસભામાં પહોંચ્યા છે. આદિત્ય શિવપાલ યાદવના પુત્ર છે અને સપાએ તેમને બદાઉન સીટ પરથી મેદાનમાં ઉતાર્યા હતા. સપાએ આ સીટ પર બે વખત ઉમેદવાર બદલ્યા છે. અંતે આદિત્ય અહીંથી ટિકિટ મેળવવામાં સફળ રહ્યા હતા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આદિત્યએ ભાજપના દુર્ગવિજય સિંહ શાક્યને 34 હજાર મતોથી હરાવ્યા છે. આદિત્યને 5 લાખ 18 હજાર વોટ મળ્યા જ્યારે શાક્યને લગભગ 4 લાખ 66 હજાર વોટ મળ્યા.
ADVERTISEMENT
અક્ષય યાદવ : સપાના મુખ્ય મહાસચિવ રામ ગોપાલ યાદવના પુત્ર અક્ષય પણ આ વખતે સંસદમાં જવામાં સફળ રહ્યા છે. અક્ષય ફિરોઝાબાદ સીટ પરથી ચૂંટણી મેદાનમાં હતા. ઇટાવાની બાજુમાં આ બેઠક છે. અક્ષય પહેલા પણ આ સીટ પરથી સાંસદ રહી ચુક્યા છે, પરંતુ 2019માં તેને બીજેપીના ચંદ્રસેન જાદૌનથી પરાજય મળ્યો હતો. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ વખતે અક્ષયે બીજેપીના વિશ્વદીપ સિંહને લગભગ 89 હજાર વોટથી હરાવ્યા છે. અક્ષયને 5 લાખ 43 હજાર વોટ મળ્યા છે. અહીં BSP પણ એક્સ ફેક્ટર સાબિત થઈ છે.બસપાના ચૌધરી બસીરને 90 હજારથી વધુ વોટ મળ્યા છે.
વધુ વાંચો : હવે પાસપોર્ટ બનાવવો સરળ પડશે, એ પણ ડોક્યુમેન્ટ્સ વિના, બસ મોબાઇલમાં કરવું પડશે આ કામ
ADVERTISEMENT
જિતેન્દ્ર દોહરે : ઈટાવાના ભરથાણા તહસીલના જિતેન્દ્ર દોહરે પણ આ વખતે સંસદમાં પહોંચ્યા છે. જિતેન્દ્ર ઇટાવા (અનામત) લોકસભા સીટ પરથી સપાના સિમ્બોલ પર જીત્યા છે. 2014થી અહીં ભાજપનો કબજો હતો. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર જિતેન્દ્ર દોહરાએ ભાજપના રામશંકર કથેરિયાને 58 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. કથેરિયા મોદી સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. જિતેન્દ્રને ચૂંટણીમાં 4 લાખ 90 હજારથી વધુ વોટ મળ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.