બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : અંતિમ સંસ્કાર માટે જતી બોટ ડૂબી જતાં 6થી વધુ લોકોના મોત, ગંગામાં મચી બૂમાબૂમ

ટ્રેજેડી / VIDEO : અંતિમ સંસ્કાર માટે જતી બોટ ડૂબી જતાં 6થી વધુ લોકોના મોત, ગંગામાં મચી બૂમાબૂમ

Last Updated: 03:48 PM, 16 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના પટણામાં ગંગા નદીમાં એક મોટી બોટ દુર્ઘટના થઈ છે. બોટ ડૂબી જતાં 6થી વધુ લોકોના મોત થયાં હતા.

બિહારના પટણામાં ગંગા નદીમાં બોટ ડૂબી જતાં 6થી વધુ લોકોના મોત થયાં છે. દરેક વ્યક્તિ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા નાલંદાથી આવ્યા હતા. અંતિમ સંસ્કાર પછી ગંગા સ્નાન કરવા માટે હોડી દ્વારા ગંગાના બીજા છેડે જતા સમયે આ અકસ્માત થયો હતો. NHAIના પૂર્વ પ્રાદેશિક અધિકારી અવધેશ કુમાર અને તેમના પુત્ર સહિત 6 લોકો ડૂબી ગયાં હતા. NDRFની ટીમ ડૂબી ગયેલા લોકોને શોધી રહી છે. પટના ડીએમ સર કપિલ અશોક પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની સંપૂર્ણ માહિતી લીધી.

બોટમાં 17 લોકો સવાર હતા

પટના એસએસપી રાજીવ મિશ્રાએ જણાવ્યું કે બોટમાં એક જ પરિવારના 17 લોકો સવાર હતા. જેમાંથી 12ને ખલાસીઓ અને સ્થાનિક ડાઇવર્સની મદદથી બચાવી લેવાયા હતા. SDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ગંગામાં ડૂબી ગયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે. અવધેશ કુમાર (60 વર્ષ), તેમના પુત્ર નીતીશ કુમાર (30 વર્ષ), હરદેવ પ્રસાદ (65 વર્ષ) અને એક મહિલા સહિત કુલ પાંચ લોકો બોટ દુર્ઘટનામાં ડૂબી ગયા હતા. દુર્ઘટનાના સમાચાર મળ્યા બાદ બારહના એસડીએમ, એએસપી, પોલીસ સ્ટેશનના પ્રભારી પણ ત્યાં પહોંચ્યા અને એસડીઆરપીએફની ટીમને બોલાવવામાં આવી.

વધુ વાંચો : સલુન કર્મચારીએ થુંક વડે ગ્રાહકના ચહેર પર કરી મસાજ, CCTVમાં ઝડપાઇ ઘટના

પૂર્વ સરકારી અધિકારીની માતાના અંતિમ સંસ્કાર માટે ગયાં હતા

અવધેશ કુમાર આ વર્ષે ફેબ્રુઆરીમાં NHAIના પ્રાદેશિક અધિકારીના પદ પરથી નિવૃત્ત થયા હતા. નાલંદાના અસ્થાવનના માલતી ગામમાં રહેતા અવધેશ કુમારની માતાનું અવસાન થયું હતું. ગામના અનેક લોકો તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થવા આવ્યા હતા. અંતિમ સંસ્કાર પૂર્ણ થયા બાદ 17 લોકો બોટમાં સવાર થઈને ગંગાના બીજા છેડે સ્નાન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન બોટ પલટી ગઈ હતી. જેમાંથી 12 લોકોને બચાવી લેવાયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Patna Boat accident Umanath Ghat Boat tragedy Ganga Dussehra Boat accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ