દૂર્ઘટના / અમદાવાદમાં નંદમ ડેનિમ કાપડ ફેક્ટરીમાં લાગેલી આગમાં 6 જીવતા ભુંજાયા, હજુ વધુ મૃતદેહ મળે તેવી શક્યતા

6 killed in Fire in Ahmedabad nandam denim cloth fectory pirana

અમદાવાદના પીરાણાની નંદમ ડેનિમ ફેક્ટરીમાં આગ લાગવાના મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ફાયર વિભાગના ચીફ ઓફિસર એમ.એફ દસ્તુરે ઘટનાસ્થળની મુલાકાત લીધી.  હજુ પણ કંપનીના કાપડના રોલમાં આગ ચાલુ છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ  દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી 6 લાખ લીટર પાણીનો મારો ચલાવાયો છે. એક વ્યક્તિ લાપતા હોવાના કારણે તપાસ હજુ પણ યથાવત્ છે.  અત્યાર સુધીમાં એક મહિલા સહિત 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ