હાર્ટ એટકનું નામ સાંભળીને જ લોકો ફફડી ઉઠે છે. હાર્ટ ડિસીઝ પહેલાં મોટી ઉંમરના લોકોને થતાં હતાં પણ હવે 30 વર્ષની ઉંમર વટાયા બાદ હાર્ટ પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે. મોટાભાગના કિસ્સાઓ હાર્ટ એટેકના સંકેતો એક મહિના પહેલાંથી જ મળવા લાગે છે. જો આ સંકેતોને સમય રહેતાં ઓળખી લેવામાં આવે તો હાર્ટ એટેકને ટાળી શકાય છે. જેથી આજે અમે તમને આ સંકેતો વિશે જણાવીશું.
હાર્ટને હેલ્ધી રાખવા લાઈફસ્ટાઈલ હેલ્ધી બનાવો
હાર્ટ નબળું હોવાના કેટલાક સંકેતો પહેલાં જ મળવા લાગે છે
સમય રહેતાં હાર્ટની સમસ્યા હોવાના આ સંકેતો ઓળખી લો
જે વ્યક્તિને હાર્ટ એટેક આવવાનો હોય છે તેનું શરીર અગાઉ જ તેને કેટલાંક સંકેતો આપતું હોય છે. અહીં અમે આવા જ કેટલાંક લક્ષણો અંગે જણાવ્યું છે.
હાર્ટ એટેક આવે તે પહેલાના સંકેતો
અચાનક બહુ જ ગરમી લાગવી અને પરસેવો વળવો.
જોર જોરથી નસકોરા બોલવા. ઘણીવાર ઊંઘ તૂટવી.
છાતી પર દબાણ લાગવું. છાતી પર કોઇએ અચાનક જ ભાર મૂકી દીધો તેવું ફીલ થવા લાગે.
માથુ, પેટનો ઉપરનો ભાગ, પીઠ, ડાબો હાથ, ગરદન કે દાંતમાં કોઇ પણ કારણ વિના સતત દર્દ અનુભવાય.
ડાબી તરફથી પાંસળીઓની આસપાસ અથવા છાતીના વચ્ચેના ભાગમાં દુઃખાવો થવો અને બાદમાં આપમેળે દુઃખાવો બંધ થઇ જવો.
છાતીમાં અથવા પીઠના ઉપરના ભાગમાં સતત દબાણ થતું હોવાનો અહેસાસ થવો.
હાર્ટને હેલ્ધી રાખવાની ટિપ્સ
સવારનો સમય કસરત માટે સૌથી અગત્યનો છે. જેવો સમય મળે કે કસરત કરવાની શરૂ કરી દેવી. કાર્ડિયોવાસ્ક્યુલર એક્સરસાઇઝ કરો. જેનાથી હાર્ટ હેલ્ધી રહે.
નેચરલ ડાયટ લો. જેમાં બ્રોકલી બ્રાઉન રાઇસ, સૂકા મેવા, ઑલિવ ઓઇલ અને ફિશ ઓઇલનો સમાવેશ કરી શકાય. ચરબી ઓછી કરવા માટે વધુ પ્રોટીન લો. કાર્બોહાઇડ્રેટ ઓછું લેવું.
જો તમારું હૃદય મજબૂત અને સ્વસ્થ હોય તો તમે એક સ્વસ્થ જિંદગી જીવી શકો છો. હૃદયની સ્વસ્થતાની અસર શરીર પર પડે છે, માટે હૃદય સ્વસ્થ રહેવું જરૂરી છે.
હાર્ટ પ્રોબ્લેમ ન થાય તે માટે સંતુલિત આહાર અને કસરત કરતા રહેવું. અત્યાર સુધી હૃદયના રોગો માટે ઘી અને તેલને જવાબદાર ગણવામાં આવતા. લોકોને સલાહ અપાતી કે ચીકણા પદાર્થોનું સેવન કરવું નહીં. હવે માનવામાં આવે છે કે ઘી કરતાં કાર્બોહાઇડ્રેટ વધુ નુકસાનકારક છે, પરંતુ આહારમાં બધું જ લેવું જોઈએ. અઠવાડિયામાં પાંચ દિવસ કસરત કરો. કસરત કરવા જિમમાં જવું ફરજિયાત નથી. દરરોજ પંદર મિનિટ કસરત કરો. જેમાં જોગિંગ, સાઇકલ ચલાવવી કે કાર્ડિયોવાસ્ક્યુલર ફિટનેસ એક્સરસાઇઝ કરી શકાય.