કચ્છમાં સ્વાઇન ફ્લૂનો રંજાડ, 6 કેસ, એકનું મોત, તંત્ર સફાળું જાગ્યું

By : kavan 10:19 AM, 02 November 2018 | Updated : 10:19 AM, 02 November 2018
કચ્છમાં પણ સ્વાઈન ફ્લૂનો કેર યથાવત્ છે. આજે ફરી સ્વાઈન ફ્લૂએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. તો વધુ 6 કેસ સ્વાઈન ફ્લૂના નોંધાયા છે. સ્વાઈન ફ્લૂના કારણે ચાલુ વર્ષે 6 લોકોનાં મોત થયાં છે. તો અત્યાર સુધીમાં 68 કેસ પોઝિટીવ નોંધાયા છે.

બીજી તરફ ડેન્ગ્યુ જેવા રોગને ફેલાવો અટકે તે માટે સ્વચ્છતા અને મચ્છરોના ઉપદ્રવને નાથવા તંત્ર પાંગળુ સાબિત થયું છે. વકરતા જતાં રોગચાળાની સ્થિતિ વચ્ચે અમ્યુકો તંત્ર રાબેતા મુજબ સબ સલામતનાં ગાણાં ગાઇ રહ્યું છે, એટલું જ નહીં, સત્તાવાળાઓ દ્વારા રોગચાળાના કારણે મોતના આંકડા પર ઢાંકપિછોડો થઇ રહ્યો હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. 

છેલ્લા એક મહિનામાં રાજ્યમાં 700 થી વધુ કેસ નોંધાયા છે અને હાલમાં 300 થી વધારે દર્દીઓ સારવાર હેઠળ છે. સ્વાઈન ફ્લૂથી એક મહિનામાં રાજ્યમાં 21 લોકોના મોત નિપજ્યા છે. અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા છે.

સ્વાઇન ફ્લૂનો આયુર્વેદીક ઉપચાર

સ્વાઇન ફ્લૂ અટકાવવા આજના તબીબવિજ્ઞાનમાં એલોપથીની ટેમી ફ્લૂ દવા આપે છે. જે બધા ફ્લૂના તાવ માટેની દવા છે. પરંતુ તેનો અકસીર ઇલાજ શોધાયો નથી. સ્વાઇન ફ્લૂ રોગનું આયુર્વેદની દ્રષ્ટિ એ નામ વાતશ્લેસમક જ્વર છે. તેના અકસિર ઇલાજ માટે તુલસી, મધનું સેવન અકસીર છે.

કારણ કે તે વધારાના કફને દૂર કરે છે. તો, આદુ, તુલસી, સૂંઠવાળી ચા પણ સ્વાઇન ફ્લુમાં રક્ષણ આપનારી છે. એવી જ રીતે ત્રિકટુ ચૂર્ણ, સિતોપલાદી ચૂર્ણ, ભોજન્તીભસ્મ વગેરે મધ સાથે લેવાથી, નવજીવન રસ, દશમૂળ કવાથ, ગુરુત્યાદી ક્વાથ લેવાથી ચોક્કસ રાહત થાય છે અને સ્વાઇન ફ્લૂના ચેપથી પણ બચી શકાતું હોવાનું આયુર્વેદાચાર્યોએ જણાવ્યું હતું.Recent Story

Popular Story