બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / 5G Services To Be Launched In India By PM Modi on October 1

ક્રાંતિ / ચિત્તાની ઝડપે દોડશે મોબાઈલ ઈન્ટરનેટ, PM મોદી 1 ઓક્ટોબરે દેશને આપશે 5G સેવાઓની ભેટ

Hiralal

Last Updated: 04:32 PM, 24 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદી 1 ઓક્ટોબરે દેશને 5G સેવાઓની ભેટ આપશે અને તેને માટેની તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે.

  • 1 ઓક્ટોબરે ભારતમાં લોન્ચ થશે 5G સેવા
  • પ્રધાનમંત્રી મોદી કરાવશે શુભારંભ 
  • ઈન્ડીયા મોબાઈલ કોંગ્રેસના મંચ પરથી દેશને આપશે ભેટ

દેશમાં હવે મોબાઈલ ઈન્ટરનેટમાં ક્રાંતિ સર્જાવા જઈ રહી છે. ભારતમાં 1 ઓક્ટોબરે 5જી સેવાો શરુ થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી 1 ઓક્ટોબરે ઈન્ડીયા મોબાઈલ કોંગ્રેસના મંચ પરથી દેશને 5જી સેવાની ભેટ આપશે. 
સરકારના નેશનલ બ્રોડબેન્ડ મિશને આજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબરના કાર્યક્રમમાં ભારતમાં 5જી સેવાઓ શરૂ કરશે. એશિયાના સૌથી મોટી ટેકનોલોજી મંચ ઈન્ડીયા મોબાઈલ કોંગ્રેસના કાર્યક્રમમાં પીએમ મોદી દેશને 5જી સેવાની ભેટ આપશે. જેમને પણ 5જી સેવાઓનું રજિસ્ટ્રેશન કરાવવું હોય તેઓ https://t.co/a092D9GPDR pic.twitter.com/VvT2SIQvwZની મુલાકાત લઈ શકે છે. 

ટૂંકા ગાળામાં 80 ટકા કવરેજનો લક્ષ્ય પાર પાડ્યો
કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે સરકારે ટૂંકા ગાળામાં દેશમાં 5જી ટેલિકોમ સેવાઓના 80 ટકા કવરેજનો લક્ષ્યાંક આપ્યો છે. વૈષ્ણવે કહ્યું હતું, 5 જી ની યાત્રા ખૂબ જ રોમાંચક બનવાની છે. ઘણા દેશોને 40 ટકાથી 50 ટકા કવરેજ સુધી પહોંચવામાં વર્ષોનો સમય લાગ્યો હતો. પરંતુ અમે ખૂબ જ આક્રમક સમયરેખાને લક્ષ્યાંક બનાવી રહ્યા છીએ અને સરકારે ટૂંકા ગાળામાં 80 ટકા કવરેજનો લક્ષ્યાંક આપ્યો છે. 

5G ટેકનોલોજીથી ભારતને ₹36.4 ટ્રિલિયનનો લાભ થશે 
મોબાઇલ નેટવર્ક ઓપરેટર્સનું પ્રતિનિધિત્વ કરતી વૈશ્વિક ઉદ્યોગ સંસ્થાના તાજેતરના અહેવાલમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે 5જી ટેકનોલોજીથી ભારતને 2023 અને 2040ની વચ્ચે ₹36.4 ટ્રિલિયન ($ 455 અબજ) નો લાભ થવાની સંભાવના છે.

5Gનો હિસ્સો એક તૃતીયાંશથી વધુ
2030 સુધીમાં ભારતમાં કુલ જોડાણોમાં 5જીનો હિસ્સો એક તૃતીયાંશથી વધુ હશે, જેમાં 2જી અને 3જીનો હિસ્સો ઘટીને 10 ટકાથી ઓછો થઈ જશે, એમ જીએસએમએ (ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઇલ કમ્યુનિકેશન્સ)ના અહેવાલમાં જણાવાયું છે કે, ભારતનું ઉચ્ચ સ્તર 4જી એડોપ્શન (79 ટકા) 5જીમાં સંક્રમણ માટે તૈયાર ગ્રાહકોનો આધાર સૂચવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ