બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / 57 artificial water points in the Barda Wildlife Sanctuary

સુવિધા / વન્ય જીવસૃષ્ટિ માટે બરડા અભ્યારણ્યમાં અનોખી વ્યવસ્થા, 57 કૃત્રિમ પાણીનાં પોઈન્ટ ઉભા કરાયાં

vtvAdmin

Last Updated: 09:39 PM, 14 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશુ પક્ષીઓને પીવાનાં પાણી માટે આમ તેમ ન ભટકવું પડે તેવાં હેતુથી પોરબંદરનાં બરડા અભ્યારણ્ય ખાતે વસવાટ કરતા સાબર, ચીતલ, નીલગાય, દીપડા સહિતનાં અન્ય પ્રાણીઓ, પંખીઓ માટે વન વિભાગ દ્વારા 57 જેટલાં કૃત્રીમ પાણીનાં પોઈન્ટ ઉભા કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત 29 જેટલાં કુદરતી પાણીનાં પોઈન્ટ પણ બરડા ડુંગરની અંદર આવેલા છે.

કાળજાળ ઉનાળામાં પાણીની તંગી માણસો જ નહીં જંગલમાં પશુઓ પણ અનુભવતાં હોય છે. ત્યારે પોરબંદર વન વિભાગ દ્વારા બરડા અભ્યારણ્યમાં વસવાટ કરતા પશુપક્ષીઓ માટે પીવાનાં પાણીનાં પોઈન્ટ ઉભા કરવામાં આવ્યાં છે. જંગલમાં પ્રાણીઓને પાણીની કોઈ મુશ્કેલી નથી તેવું વન વિભાગનું કહેવું છે. ચાલુ વર્ષે પોરબંદર જીલ્લામાં પીવાનાં પાણીને લઈને લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવી સ્થિતીમાં શું પક્ષીઓને પીવાનાં પાણીને લઈને કેવી મુશ્કેલી પડતી હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

પશુ પક્ષીઓને પીવાનાં પાણી માટે આમ તેમ ન ભટકવું પડે તેવાં હેતુથી પોરબંદરનાં બરડા અભ્યારણ્ય ખાતે વસવાટ કરતા સાબર, ચીતલ, નીલગાય, દીપડા સહિતનાં અન્ય પ્રાણીઓ, પંખીઓ માટે વન વિભાગ દ્વારા 57 જેટલાં કૃત્રીમ પાણીનાં પોઈન્ટ ઉભા કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત 29 જેટલાં કુદરતી પાણીનાં પોઈન્ટ પણ બરડા ડુંગરની અંદર આવેલા છે. આ પોઈન્ટ પરથી વન્ય જીવોને સરળતાપૂર્વક પાણી મળી રહે તે માટેનાં પ્રયાસો વન વિભાગ દ્વારા હાથ ધરાયાં છે.

 

વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલાં પોઈન્ટમાં પાણી પુરવા માટે પણ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સોલાર, પવનચકકી, ટેન્કર મારફત અને વન વિભાગનાં કર્મચારીઓ મારફત પાણીનાં પોઈન્ટમાં નિયમિત રીતે પાણી ભરવામાં આવે છે. આમ, વન વિભાગ દ્વારા વન્ય જીવોને પાણીને લઈને કોઈ મુશ્કેલી ન પડે તે દિશામાં ચોકકસ આયોજન કરવામાં આવ્યું છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Barda Wildlife Sanctuary artificial water points gujarat Facility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ