મહામંથન / વીમાનું 550 કરોડનું કૌભાંડ! બનાસકાંઠામાં મનરેગામાં 50 કરોડનો ભ્રષ્ટાચાર?

રાજ્યમાં કૌભાંડો અને ભ્રષ્ટાચારની જાણે કે ભરમાર લાગી છે. રાજ્યના 2 જિલ્લાઓમાં પાકવીમાનું કૌભાંડ કર્યાના ખેડૂત એકતા મંચે આરોપ લગાવ્યા. તો બીજી બાજુ કોંગ્રેસ અને અપક્ષના નેતા જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પુરાવા સાથે બનાસકાંઠાના બાલિન્દ્રા ગામે મનરેગાના કામમાં 50 કરોડનું કૌભાંડ થયાના આક્ષેપ લગાવ્યા. ખેડૂતોના પાકવીમા મામલે તંત્ર અને અધિકારીઓની મિલિભગતથી માત્ર 2 જિલ્લામાં 550 કરોડનો ચુનો લાગ્યો. તો બીજી બાજુ મનરેગા યોજનામાં જે વ્યક્તિને ખબર જ નથી તેના નામના જોબકાર્ડ બની ગયા અને રૂપિયા ચાઉં થઈ ગયા. આખરે આ કૌભાંડ કોની રહેમ નજર હેઠળ ચાલે છે. કેવી રીતે કૌભાંડ કરવામાં આવે છે. કેવી રીતે અધિકારીઓ અને તંત્રની મિલિભગતથી આખી સિસ્ટમ ચાલે છે. કોણ ખેડૂતોના રૂપિયાથી પોતાના ખિસ્સા ભરે છે. આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ