બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / હિરણ નદીના કાંઠે શીતળા માનું 5000 વર્ષ જૂનું મંદિર, પાંડવો સાથે જોડાયેલી છે પૌરાણિક કથા

દેવ દર્શન / હિરણ નદીના કાંઠે શીતળા માનું 5000 વર્ષ જૂનું મંદિર, પાંડવો સાથે જોડાયેલી છે પૌરાણિક કથા

Last Updated: 06:30 AM, 14 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ નજીક હિરણ નદીના કિનારે શીતળા માતાજીનું પાંચ હજાર વર્ષ જૂનું મંદિર આવેલું છે. વર્ષો પહેલાં ચોમાસામાં હિરણ નદીમાં ભારે પુર આવતા આસપાસના ગામોમાં પુરનાં પાણી ઘુસવા લાગ્યા હતા. ત્યારે ગામની રક્ષા શીતળા માતાજીએ કરી હોવાની ગ્રામવાસીઓની પ્રબળ માન્યતા છે અને એટલે જ ત્યારથી અહિંના લોકોની માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે. આજે દેવદર્શનમાં શીતળા માતાજીના દર્શન કરી ધન્ય થઈશુ.

ગીર સોમનાથના પાવન તીર્થ સોમનાથ નજીક હિરણ નદીના કિનારે શાંત વાતાવરણમાં શીતળા માતાજીનું હજારો વર્ષ જૂનું મંદિર આવેલું છે. વર્ષોથી શ્રદ્ધાના કેન્દ્ર શીતળા માતાજીના આ મંદિરની સ્થાપના આશરે 5000 વર્ષ પહેલાં કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આ પ્રાચીન મંદિર માત્ર તેની સ્થાપનાના કારણે જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓને લીધે પણ વિશેષ મહત્વ ધરાવે છે.

એવી લોકવાયકા છે કે જ્યારે પાંડવો તેમના અજ્ઞાતવાસ દરમિયાન આ પ્રદેશમાં વિચરી રહ્યા હતા, ત્યારે તેમણે આ મંદિરના પરિસરમાં આવેલી એક ગુફામાં આશરો લીધો હતો. કહેવાય છે કે તે સમયે જીવ જંતુઓના કરડવાના કારણે થતી પીડાથી રાહત મેળવવા માટે પાંડવોએ પણ અહીં માતા શીતળાની ભક્તિ ભાવપૂર્વક ઉપાસના કરી હતી. આ કથા આ મંદિરના ઐતિહાસિક અને આધ્યાત્મિક જોડાણને વધુ મજબૂત કરે છે.

હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ 'વ્રતરાજ'માં શીતળા માતાને વિવિધ ચર્મરોગો જેવા કે ઓરી, અછબડા અને શીળસના નિવારણ માટે પૂજનીય દેવી તરીકે ઓળખવામાં આવે છે. શીતળા માતાને ચામડીના રોગોમાં શીતળતા અને રાહત આપનાર દેવી માનવામાં આવે છે, જેના કારણે ભક્તો પોતાની ત્વચા સંબંધિત સમસ્યાઓના ઉપચાર માટે દૂરદૂરથી અહીં દર્શન કરવા આવે છે.

આ મંદિરમાં શીતળા માતાને વિશિષ્ટ પ્રકારનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. જેમાં બાજરાના શેકેલા લોટ અને ગોળમાંથી બનાવેલી 'કુલેર' અને ચોખાના લોટ તથા ખાંડના મિશ્રણથી તૈયાર કરેલા લાડવાનો સમાવેશ થાય છે. આ પરંપરાગત પ્રસાદ ભક્તોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વધુ વાંચો: ઘરમા લગાવેલો છોડ સુકાઈ જાય તો તેનો શું સંકેત હોય છે? જાણો કારણ અને ઉપાય

મંદિરની પાસે વહેતી હિરણ નદીના એક ભાગને 'શીતળામાનો આરો' કહવામાં આવે છે. આ સ્થળની પણ પોતાની એક આગવી કહાની છે. વર્ષો પૂર્વે, જ્યારે ચોમાસામાં હિરણ નદીમાં ભારે પૂર આવ્યું હતું અને સમુદ્રમાં ભરતીના કારણે મંદિરની આસપાસના ગામોમાં પાણી ભરાઈ જવાની ભીતિ રહેતી હતી, ત્યારે શીતળા માતાજીએ દરેક ગામોની રક્ષા કરી હતી એવું માનવામાં આવે છે આ ઘટનાથી સ્થાનિક લોકોની માતાજીમાં શ્રદ્ધા વધુ દૃઢ થઈ હતી અને ત્યારબાદ ગામલોકોએ સાથે મળીને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

આજે પણ સોમનાથ નજીક હિરણ નદીના કિનારે બિરાજમાન શીતળા માતાજીના આ પ્રાચીન મંદિરે ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહે છે. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા માટે અહીં આવે છે. આ મંદિર માત્ર એક પૂજાસ્થળ નથી, તે ભૂતકાળની ઘણી પેઢીઓની શ્રદ્ધા અને આસ્થાનું જીવંત પ્રતીક છે.

ગીર સોમનાથના આ પવિત્ર સ્થળે, જ્યાં ઇતિહાસ અને શ્રદ્ધા એકબીજા સાથે જોડાયેલા છે, શીતળા માતાનું આ મંદિર આજે પણ ભક્તો માટે આશાનું કિરણ બનીને ઊભું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DEVDHRSHAN SHITLAMATA GIR SOMNATH
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ