500 and 100 notes rained in Varghoda, people clashed, see VIDEO
મહેસાણા /
વરઘોડામાં 500 અને 100ની નોટોનો રીતસરનો કર્યો વરસાદ, લોકોએ કરી પડાપડી, જુઓ VIDEO
Team VTV11:52 PM, 17 Feb 23
| Updated: 11:54 PM, 17 Feb 23
મહેસાણા જીલ્લાના કડી તાલુકાના અગોલ ગામે લગ્ન પૂર્વ સરપંચ દ્વારા ભત્રીજાના લગ્ન પ્રસંગમાં ચલણી નોટોને વરસાદ કર્યો છે. જેમાં પૂર્વ સરપંચે 500 અને 100 ની નોટ વરઘોડામાં ઉડાવી હતી.
કડી તાલુકા અગોલ ગામની ઘટના
પૂર્વ સરપંચના ભત્રીજા ના લગ્નમાં ચલણી નોટોનો કરાયો વરસાદ
500રૂપિયાની ચલણી નોટ લેવા લોકોમાં પણ દોડધામ
મહેસાણા જીલ્લાના કડી તાલુકાના અગોલ ગામે લગ્ન પૂર્વ સરપંચ દ્વારા ભત્રીજાના લગ્ન પ્રસંગમાં ચલણી નોટોને વરસાદ કર્યો છે. જેમાં પૂર્વ સરપંચે 500 અને 100 ની નોટ વરઘોડામાં ઉડાવી હતી. અગોલ ગામના પૂર્વ સરપંચ કરીમભાઈ જાદવના ભત્રીજાના લગ્ન હતા. વરઘોડામાં લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા હતા. 500 રૂપિયાની ચલણી નોટ લેવા લોકોમાં પણ દોડધામ મચી જવા પામી હતી. ત્યારે જો કોઈ ઘટના બને તો જવાબદાર કોણ? પૈસા લૂંટવા નાસભાગ થાય તો કોણ જવાબદાર?