બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 50 year record broken Peoples hunger out of control in Pakistan

ભૂખમરો / 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો: પાકિસ્તાનમાં લોકોની ભૂખ કાબૂ બહાર, અનાજ ભરેલી ટ્રકમાં લૂંટ મચાવવાના વરવા દ્રશ્યો

Mahadev Dave

Last Updated: 12:04 AM, 21 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદનો અનાજની લૂંટ ચલાવતા હોવાનો બોલતા પુરાવારૂપ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઈ રહ્યા છે.

  • દુશ્મન દેશ પાકિસ્તાનમાં ભયંકર ભૂખમારની સ્થિતિ
  • કંગાળ સ્થિતિના બોલતા પુરાવારૂપ વીડિયો સોશિયલ મીડિયામાં 

દુશ્મન દેશ પાકિસ્તાન છેલ્લા કેટલાય સમયથી ભૂખમરાનો સામનો કરી રહ્યો છે.  આ દેશને ચીનના સાથ મળ્યો હોવા છતાં પણ તેની આર્થિક સ્થિતિમાં સુધારો આવતો નથી અને તે ભયંકર ભૂખમરામા સપડાયો છે. દિવસેને દિવસે હાલત ખરાબ બની જઈ રહી છે ત્યારે આઈ એમ એફ દ્વારા પણ મળતી મદદ અટકી ગઈ હોવાથી લોકોની ભૂખ બેકાબુ બની છે અને આ અંગેના બોલતા પુરાવારૂપ સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે જે નિહાળી અને હાલ પાકિસ્તાનની સ્થિતિનો તાગ મેળવી શકાય છે..

મહિલાઓ સહીતનાઓએ ચલાવી લૂંટ

ઇતિહાસની સૌથી મોટી કહી શકાય તેવી આર્થિક ભીંસ ભોગવતા પાકિસ્તાનનો વિડિયો સામે આવ્યો છે. જેમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે કે પોતાના પરિવારની ભૂખ સંતોષવા માટે લોકો અનાજની રીતસર લૂંટ મચાવી રહ્યા છે. બીજી તરફ દેશમાં મોંઘવારી પણ ચરમશીમાએ પહોંચી ગઈ છે જેથી લોકો ટ્રકને લૂંટતા નજરે પડી રહ્યા છે એટલુ જ નહીં મહિલા પણ આ લૂંટમાં સામેલ હોવાનું દેખાઈ રહ્યું છે.

પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદનો વીડિયો

વીડિયોમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે કે અનાજથી ભરેલા ટ્રકને લોકોએ કબજે કરી લીધો હતો અને અનાજની ગુણોને રસ્તા વચ્ચે ફેંકી લૂંટ ચલાવી રહ્યા હતા. જે અનાજ હડપ કરી જવા માટે પુરુષ અને મહિલાઓ રસ્તા વચ્ચે આડેધડ ઝપાઝપી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડીયો પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદનો હોવાનો જાણવા મળી રહ્યું છે. જેમાં સ્પષ્ટ નજરે પડે છે કે કંગાળ દેશ પાકિસ્તાનમાં હવે લોકોની થાળીમાંથી રોટી પણ ગાયબ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આગે અગાઉ પણ અનેક વિડીયો સામે આવ્યા હતા

સંકળાયેલા મુદ્દાઓ

અનાજની લૂંટ ઇસ્લામાબાદ પાકિસ્તાન ભૂખમરા રાજધાની વિડિયો વાયરલ pakistan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ