પંજાબઃ રાવણ દહનના કાર્યક્રમમાં ટ્રેન નીચે કચડાઇ જતા 50થી વધુ લોકોના મોત!

By : hiren joshi 07:57 PM, 19 October 2018 | Updated : 10:42 PM, 19 October 2018
નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે, જેમાં 50થી વધુ લોકોના મોત થયાની આશંકા સેવાઇ રહી છે. ઘટના સ્થળે રેલવેના અધિકારીઓ પોલીસદળ સાથે દોડી આવ્યા છે. બચાવ કામગીરી શરૂ છે.

 

દશેરાના કાર્યક્રમ દરમિયાન લોકો એકઠા થયા હતા. પંજાબના અમૃતસરમાં ટ્રેન અકસ્માત થયો છે. જેમાં ટ્રેક પર દશેરા જોઈ રહેલા લોકો પર ટ્રેન ચઢી ગઇ છે. અમૃતસરના જૌડા ફાટક પાસેની ઘટના બની છે. પાટા પર ઉભેલા લોકો રાવણ દહન જોઈ રહ્યા હતા. અનેક લોકોનાં અકસ્માતમાં મોત થયા છે.


મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. અમૃતસર-દિલ્લી માર્ગ પર અકસ્માત થયો છે. જે જગ્યા પર અકસ્માત થયો તે રહેણાક વિસ્તાર છે. બંને તરફથી સામ-સામે ટ્રેન આવી જતાં લોકો ફસાયા હતા. 


ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. જણાવાય રહ્યું છે કે, આ ટ્રેન પઠાનકોટથી અમૃતસર આવી રહી હતી. અમૃતસરના જોડા ફાટક પાસે ચૌટાબજારમાં ટ્રેક નજીક રાવણના સળગતા પૂતળાના કારણે આ દુર્ઘટના બની છે.

 Recent Story

Popular Story