બ્રેકિંગ ન્યુઝ
VTV / 50 new medical colleges will be ready in the country, now MBBS seats will cross 1 lakh, green signal from the center
Pravin Joshi
Last Updated: 02:45 PM, 9 June 2023
ADVERTISEMENT
આગામી સમયમાં દેશમાં મેડિકલ કોલેજ અને MBBSની સીટોમાં વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે 50 નવી મેડિકલ કોલેજો ખોલવાની મંજૂરી આપી છે, જેમાં 30 સરકારી અને 20 ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. આ સાથે હાલની કોલેજોમાં લગભગ 2 હજાર બેઠકો ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે હવે દેશમાં MBBS બેઠકોની સંખ્યા 1 લાખને પાર કરી ગઈ છે. વિવિધ રાજ્યોમાં નવી માન્ય મેડિકલ કોલેજો બનાવવામાં આવશે. એક અહેવાલ મુજબ તેલંગાણામાં 13 નવી મેડિકલ કોલેજો આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં પાંચ-પાંચ નવી મેડિકલ કોલેજો સ્થાપવામાં આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર માટે ચાર નવી મેડિકલ કોલેજો અને આસામ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક અને તમિલનાડુ માટે ત્રણ-ત્રણ નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રો દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને જમ્મુ અને કાશ્મીર માટે બે-બે કોલેજો અને યુપી, મધ્યપ્રદેશ અને નાગાલેન્ડ માટે એક-એક કોલેજને મંજૂરી આપવામાં આવી છે.
ADVERTISEMENT
હાલમાં ભારતમાં કુલ 702 મેડિકલ કોલેજો
તમને જણાવી દઈએ કે આ કોલેજો ખુલતાની સાથે જ દેશમાં UG મેડિકલ કોર્સમાં એડમિશન માટેની સીટોની સંખ્યામાં વધારો થશે. ભારતમાં મેડિકલ સીટો 1 લાખ 7 હજાર 658 હશે. 8195 બેઠકોનો વધારો થશે. હાલમાં ભારતમાં કુલ 702 મેડિકલ કોલેજો છે. જણાવી દઈએ કે NMCએ આ વર્ષે 40 કોલેજોની માન્યતા રદ કરી છે. નેશનલ મેડિકલ કમિશનનું યુજી બોર્ડ પાંચ વર્ષથી મેડિકલ કોલેજને માન્યતા આપી રહ્યું છે.
દેશમાં MBBS બેઠકોમાં વાસ્તવિક વધારો 8,195 હશે
મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કોલેજો દેશમાં MBBS ની 6,200 બેઠકો ઉમેરશે. જ્યારે કેટલીક કોલેજોને બેઠકો વધારવાની મંજૂરી પણ મળી ગઈ છે. એકંદરે દેશમાં MBBS બેઠકોમાં વાસ્તવિક વધારો 8,195 હશે. આ સાથે ભારતમાં મેડિકલ કોલેજોની કુલ સંખ્યા 702 થઈ ગઈ છે અને MBBS સીટોની સંખ્યા 1,07,658 થઈ ગઈ છે. દેશમાં ડોકટરોની વધતી માંગને પહોંચી વળવા સરકાર MBBS સીટો વધારવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. ઉપરાંત આનાથી એ સુનિશ્ચિત કરવામાં મદદ મળશે કે મેડિકલ એજ્યુકેશન માટે ઈચ્છુક બાળકોને વિદેશ જવું ન પડે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.