બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 50 muslim family converted into hindu barmer rajasthan

વાહ / રામ મંદિર શિલાન્યાસના દિવસે જ ગુજરાત નજીક અનોખી ઘટના, 250 મુસ્લિમોએ કર્યું આ કામ

Kavan

Last Updated: 01:54 PM, 7 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ સમારંભ સરકારી ગાઇડલાઇન વચ્ચે સંપૂર્ણ ઝાકમજોળથી યોજાયો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંઘ સુપ્રીમો મોહન ભાગવતની ખાસ ઉપસ્થિતિમાં આ આ સમારોહ યોજાયો હતો. જો કે, આજ દિવસે રાજસ્થાનમાં એક અનોખી ઘટના બની હતી. જેમાં 50 મુસ્લિમ પરિવારોએ ફરી હિન્દુ ધર્મ અપનાવ્યો હતો.

  • રામ મંદિર શિલાન્યાસના દિવસે 250 મુસ્લિમોએ હિન્દુ ધર્મ અંગિકાર કર્યો 
  • રાજસ્થાનના બાડમેરમાં બની ઘટના 

રાજસ્થાનના બાડમેર જિલ્લાની પાયલા કલા પંચાયત સમિતિના મોતીસરા ગામે રહેતા 5૦ મુસ્લિમ પરિવારોએ હિન્દુ ધર્મમાં ધર્મપરિવર્તન કર્યું. આ લોકો કહે છે કે તેમના પર કોઈ પણ રીતે કોઈ દબાણ નહોતું.

વર્ષોથી હિન્દુ ધર્મ અપનાવી રહ્યા હતા

પ્રાપ્ત થતી જણાકારી મુજબ, તેઓ છેલ્લા ઘણાં વર્ષોથી હિન્દુ ધર્મ અપનાવી રહ્યા છે અને હિન્દુ રિવાજો પ્રમાણે પોતાનું જીવન જીવી રહ્યા છે, પરંતુ બુધવારે 50 લોકોના સંપૂર્ણ પરિવારોએ હિંદુ ધર્મમાં પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરિવારના અઢીસો લોકોએ યજ્ઞ કરીને હિંદૂ ધર્મમાં વાપસી કરી હતી. 

મોગલ કાળમાં બન્યા હતા હિન્દુ

આ કિસ્સામાં, હિન્દુ ધર્મ અપનાવનારા વૃદ્ધ સુભનરામએ કહ્યું કે, મોગલ કાળ દરમિયાન મુસ્લિમોએ અમારા પૂર્વજોને ધમકાવ્યા હતા અને તેમને મુસ્લિમ બનાવ્યા હતા, પરંતુ અમે હિન્દુ ધર્મના છીએ. મુસ્લિમો અમારાથી અંતર રાખતા હતા.

ફરી અપનાવ્યો મૂળ ધર્મ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇતિહાસની જાણકારી હોવાથી અમે કેટલીક ચીજ-વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે, અમે હિન્દુ છીએ અને અમારે હિન્દુ ધર્મ ફરી અંગિકાર કરવો જોઇએ. અમારા રીતિ રિવાજ હિન્દુ ધર્મ સાથે સંબંધ રાખે છે અને એટલે જ અમે અમારા મૂળ ધર્મમાં પરત ફર્યા.

કોઇપણ દબાણ વગર કર્યો હિન્દુ ધર્મ અંગિકાર 

નોંધનીય છે કે, ગત બુધવારે રામ જન્મભૂમિ પર રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે, અમે બધાએ હવન પૂજનનો કાર્યક્રમ યોજ્યો હતો અને અમે હિંદુ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છિક રીતે ઘરે પરત ફર્યા છે. અમારા ઉપર કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. બાલકાનંદ સરસ્વતી, આ વિસ્તારના જોગાનંદજી મઠના આશ્રમ, પાયલા કળાના મહંત રામ ભારતી, જેત્શ્વર ધામના મહંત પારસ રામ મહારાજ, ગોવિંદસિંહ રાઠોડ મોતીસરાના વર્તમાન સરપંચ ઠાકરમ સારન સહિતના, મોટી સંખ્યામાં, હિન્દુ પરિષદના પ્રાંત પ્રચારક, શિવન્દ્રસિંહ ભદોરિયા ધર્મ જાગરણ મંચ સહિતના લોકો અહીં હાજર હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Barmer Hindu Muslim families Rajasthan પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિર શિલાન્યાસ ram mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ