બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 50 kg of heroin seized from Indian waters, Joint operation of Gujarat ATS and Coast Guard
Kiran
Last Updated: 12:07 PM, 19 September 2021
ADVERTISEMENT
ગુજરાતમાં ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ભારતીય જળસીમામાંથી 50 કિલો હેરોઇન ઝડપી પાડ્યું છે અને હેરોઇન સાથે 7 ઈરાની નાગરિકોની ધરપકડ કરી છે ભારતીય જળસીમાં હેરોઈનની હેરાફેરી મામલે બાતમી મળતા પોલીસ તંત્રનું સફાળું જાગ્યું હતું અને હેરોઈનની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે.
ADVERTISEMENT
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન
મહત્વનું છે કે ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે ઝડપેલા આ હેરોઈનની કિંમત કરોડમાં હોવાનું મનાઈ રહ્યું છે આંતરાષ્ટ્ર માર્કેટમાં આ પ્રકારના ડ્રગ્સની કિંમત 250 કરોડ હોવાનું જણાઈ રહ્યું છે અગાઉ ભારતીય જળસીમામાં ગેરકાયદે ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે ત્યારે હવે વધુ 50 હિલો હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું છે.
ભારતીય જળસીમામાંથી 50 કિલો હેરોઇન ઝડપી પાડ્યું
અહીં ઉલ્લેખનિય છે કે થોડા દિવસ અગાઉ પણ કચ્છના મુન્દ્રાબંદર પરથી સંદીગ્ધ એવા કન્ટેનર્સની તપાસ કરતા માદક પદાર્થોનો જંગી જથ્થો ઝડપાયો હતો, જેમાં 3000 કરોડથી વધુના ડ્રગ્સનો પર્દાફાશ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી મુન્દ્રાબંદર માદક પદાર્થની હેરાફેરી કરવાની બાતમી મળતા ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સને તપાસ હાથ ધરી હતી જેમાં મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જ્યારે આજે વધુ 50 કિલો હેરોઈન સાથે સાત જેટલા ઈરાની નાગરિકોની ધરપકડ કરાતા સમગ્ર મામલે ગુજરાત ATS એ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી
છેલ્લા બે વર્ષથી સિરક્રીક વિસ્તારમાંથી નશીલા પદાર્થોના પેકેટ્સ મળ્યા છે BSFનાં જવાનો એ હસ્તગત કરેલા આ નશીલા પદાથીના પેકેટ્સ પાકિસ્તાનથી આવતા હોવાની પુષ્ટિ પણ કરી છે. કેટલાક પાકિસ્તાની માછીમારો દરિયામાં માછીમારીની આડમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના દરિયાઈ માર્ગેથી નશા જાળ બિછાવી રહ્યા છે. 2018-2019 દરમિયાન આંતર રાષ્ટ્રીય બજારમાં કરોડોની કિમતના કહેવાતા ચરસના પેકેટ્સ હાથ લાગ્યા હતા. હવે મુન્દ્રા બંદર પરથી સંદિગ્ધ કહેવાતા કરોડોની કિમતના માદક દ્રવ્યોનો ઉપભોગ કોણે કરવાનો છે ? ગુજરાતના યુવાધનને માદક દ્રવ્યોના રવાડે ચઢાવી યૌવન ને ખોખલું કરવાના નાપાક ઈરાદાઓ કોણ ધરાવે છે ? આ માદક પદાર્થનો જથ્થો કોના ઇશારે આવ્યો,અને ક્યા પહોચાડવાનો હતો ? આવા સવાલોના જવાબ હવે DRI એ શોધવા જ રહ્યા.
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું ઓપરેશન
મુંબઈના 26/11 નાં હુમલાનો માસ્ટર માઈન્ડ કસાબ પણ જખૌના દરિયાઈ માર્ગેથી ઘુસી મુંબઈ પહોચી ગયો હતો. કૂબેર બોટના માલિકને બંધક બનાવી મુંબઈ પહોચ્યા પછી નાવિકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારથી ગુજરાતની દરિયાઈ સુરક્ષા જડબેસલાક કરી દેવાઈ છે.આમ છતાં કચ્છના સિરક્રીક વિસ્તારમાં નશીલા પદાર્થો મળી આવ્યા છે. હવે મુન્દ્રા બંદરે અફઘાનિસ્તાનથી આવેલા આ પાઉડરની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થવા લાગતા અન્ય એજન્સીઓ પણ સતર્ક થઇ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.