250 કરોડનું 50 કિલો હેરોઇન કરાયું જપ્ત, આરોપી ડ્રાઈવરની ધરપકડ 

By : vishal 07:25 PM, 08 November 2018 | Updated : 07:25 PM, 08 November 2018
દિલ્લીમાં ઝેરીલા નશાનો કારોબાર કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. જેમાં કરોડો રૂપિયાનું હેરોઇન પણ હાથ લાગ્યું છે. મળતી માહિતી પ્રમાણે, નાર્કોટિક્સ વિભાગે, જમ્મૂ-કશ્મીરના એક ટ્રક ડ્રાઈવરને પકડી પાડ્યો છે. જેની પાસેથી અંદાજીત 50 કિલો હેરોઇન મળી આવ્યું છે.

જેની આંતરરાષ્ટ્રીય કિંમત 250 કરોડ રૂપિયા થાય છે. NCB અધિકારીના જણાવ્યા પ્રમાણે, ટ્રક ડ્રાઈવર આ હેરોઇનને સફરજનની પેટીઓમાં છુપાવીને કશ્મીરથી દિલ્લી લાવવાનો હતો, પરંતુ જમ્મૂ-કશ્મીરની એક ચેક પોસ્ટ પર બાતમીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો.

જે બાદ તેની પુછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, આ હેરોઇન પાકિસ્તાનથી લાવવામાં આવ્યું હતું અને દિલ્લીમાં એક સપ્લાયર ગેંગને વેંચવાનું હતું. NCB અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ હેરોઇન અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં આવ્યું હતું.

ત્યાર બાદ પાકિસ્તાનમાંથી કશ્મીરમાં ઘુસાડવામાં આવ્યું હતું. હાલ NCBએ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી ટ્રકના માલિકની શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે, આ પહેલા પણ NCBએ કશ્મીર પોલીસ સાથે મળીને ઓપરેશન હાથ ધર્રીયું હતું. જેમાં 110 કિલો જેટલું હેરોઇન ઝડપી પાડ્યું હતું.Recent Story

Popular Story