વડોદરા / મનીષા ચોકડી પાસે વગર વરસાદે 50 ફૂટ ઊંડો ભુવો પડ્યો, તંત્રની ખુલી પોલ

વડોદરામાં વગર વરસાદે 50 ફૂટ ઉંડો ભૂવો પડ્યો છે. વડોદરાના મનિષા ચોકડી પાસે રસ્તા વચ્ચે જ આખી ગાડી સમાઇ જાય તેવો 50 ફૂટ ઉંડો ભૂવો પડ્યો છે. જેને લઇ વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. અને મોટો ભૂવો પડતા કોન્ટ્રાક્ટરની કામગીરીની પોલ ખુલી ગઇ છે. ત્યારે સામાજિક કાર્યકર્તાઓએ માથે જૂતા મુકી અને ભૂવા પાસે બેસી અનોખો વિરોધ કર્યો હતો. અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ