બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / UP: 5 year old boy stuck into bore well in Mathura army starts rescue operation

રાહત કાર્ય / 100 ફુટ ઉંડા બોરવેલમાં પડ્યું બાળક, તંત્રએ પાર પાડ્યું સફળ રેસ્ક્યૂ ઓપરેશન

vtvAdmin

Last Updated: 08:44 AM, 14 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશનાં મથુરામાં શેરગઢ વિસ્તારમાં એક 100 ફુટ ઉંડા બોરવેલમાં બાળક પડી જતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. 100 ફૂટ ઊંડા બોરવેલમાં બાળક ફસાતાં તંત્ર દોડતું થયું હતું. આ ઘટનાની જાણ પોલીસ અને તંત્રને થતાં પોલીસ, ફાયર વિભાગ અને NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બાળકને બચાવવા કામગીરી હાથ ધરાઇ હતી. બાળક 100 ફૂટ ઉંડા બોરવેલમાં ગરકાવ થતાં તંત્ર માટે પણ આ એક ચેલેન્જીંગ કામ હતું.
માત્ર એટલું જ નહીં બાળકને સહી સલામત બહાર કાઢવા માટે સેનાની મદદ પણ લેવાઈ હતી. જો કે, સાડા આઠ કલાકની ભારે જહેમત બાદ આ પાંચ વર્ષીય પ્રવીણ નામનાં બાળકને સહી સલામત બોરવેલમાંથી બહાર કાઢતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાની વિગત એવી છે કે, પ્રવીણનાં મા-બાપ ખેતરમાં કામ કરી રહ્યાં હતાં અને બાળકો સાથે પ્રવીણ રમી રહ્યો હતો. ત્યારે અચાનક આ બાળક 100 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થતાં ઘટના સ્થળે લોકોનાં ટોળે ટોળાં ઉમટ્યાં હતાં.
 


 
જો કે અંતે સાડા આઠ કલાકની ભારે જહેમત બાદ બાળકને બોરવેલમાંથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યું હતું. બાળકને ઓક્સિજન મળી રહે તે માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથો સાથ બાળકને વિવિધ ખાદ્ય સામગ્રી પણ પૂરી પાડવામાં આવી હતી. પરંતુ જ્યારે બાળકને જીવીત હાલતમાં બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેનાં માતા પિતાએ પણ રાહતનો શ્વાસ લીધો અને તંત્રનો આભાર માન્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Mathura Rescue operation Uttarpradesh bore well Rescue operation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ