બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:48 PM, 25 May 2024
દુનિયામાં મહિલાઓમાં સ્ટ્રોકના કેસ સતત વધતા જઈ રહ્યા છે. સ્ટ્રોક અમેરિકી મહિલાઓ માટે પણ મોતનું પાંચમું પ્રમુખ કારણ છે. સ્ટ્રોકની સ્થિતિ ત્યારે થાય છે જ્યારે તમારા મસ્તિષ્કના ભાગમાં પર્યાપ્ત લોહી ન મળતું હોય.
ADVERTISEMENT
સરળ ભાષામાં કહીએ તો સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે મસ્તિષ્કમાં લોહીના પ્રવાહનો અવરોધ થાય અથવા તો જ્યારે કોઈ નસ ફાટી જાય અને મસ્તિષ્કમાં લોહી નિકળવા લાગે. મહિલાઓ તેનાથી કેવી રીતે બચી શકે જાણો તેના વિશે.
ADVERTISEMENT
મેડિટેરિયન ડાયેટ અપનાવો
એક્સપર્ટ્સ અનુસાર, "મેડિટેરિયન ડાયેટ પ્લાંટ બેસ્ડ ડાયેટ છે જે રેડ મીટ અને શુગરનું સેવન ઓછુ કરતા ફળ, શાકભાજી, આખા અનાજ અને હેલ્ધી ફેટ પર ફોકસ કરે છે. 2018 યુકેની એક સ્ટડીમાં મળી આવ્યું કે જે મહિલાઓ મેડિટેરિયન ડાયેટ લે છે તેમાં મેડિટેરિયન ડાયેટ ન ફોલો કરનાર મહિલાઓની અપેક્ષાએ સ્ટ્રોકનું જોખમ 22 ટકા ઓછુ હતું."
વાયુ પ્રદૂષણથી બચો
જો કોઈ 5 દિવસ સુધી પણ વાયુ પ્રદૂષણના સંપર્કમાં રહે છે તો તેને સ્ટ્રોકનુ જોખમ વધી શકે છે. માટે વાયુ પ્રદૂષણથી બચીને રહો અને પોતાના ઘરમાં પણ એક ક્લિનર લગાવો. બહાર જતી વખતે માસ્ક પહેરો જેથી હવામાં હાજર કણોને ફિલ્ટર કરી શકાય.
વધુ વાંચો: મેષ સહિત આ 2 રાશિના જાતકો માટે આવનારા 20 દિવસ રહેશે વધારે લકી, ગુરૂ-સૂર્ય બનાવશે ધનવાન
યોગ કરો
એક્સપર્ટ્સ અનુસાર યોગ, તાઈ ચી અને વેટ ટ્રેનિંગ જેવી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવાની સાથે ડીપ બ્રીધિંગ કરવા જેવી માઈન્ડફૂલનેસ ટેક્નીકને મહત્વ આપવાથી સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં લાભ મળી શકે છે. રોજ 30થી 60 મિનિટ સુધી અઠવાડિયામાં 3થી 5 દિવસ આ એક્ટિવિટીઝ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.