લીંબુમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટિ-માઈક્રોબિયલ ગુણો આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. તેને ડાયટમાં કેવી રીતે સામેલ કરવું તે જાણો.
લીંબુમાં હોય છે આ મહત્વના ગુણો
ડાયેટમાં શામેલ કરવાથી થશે ખૂબ ફાયદો
જાણો ડાયેટમાં કઈ રીતે કરશો શામેલ
લીંબુ વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટિ-માઈક્રોબિયલ ગુણોથી ભરપૂર લીંબુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. શરીરને ડિટોક્સ કરવા માટે તમે લીંબુ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.
પરંતુ તમે કદાચ નહીં જાણતા હોવ કે લીંબુ શરીરમાં શુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ તેમની ડાયેટમાં લીંબુનો સમાવેશ કરવો જોઈએ.
જાણો ડાયટમાં લીંબુનો કેવી રીતે કરશો સમાવેશ
પીણી સાથે
ભારતમાં મોટાભાગના ઘરોમાં દિવસની શરૂઆત ચાથી થાય છે. પરંતુ જો તમે સવારે ખાલી પેટે લીંબુ પાણી પીઓ છો અથવા ગ્રીન ટી/બ્લેક ટીમાં લીંબુ ઉમેરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ સવારે ખાલી પેટે લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ.
નાસ્તા સાથે
તમે નાસ્તામાં પણ લીંબુનો ઉપયોગ કરી શકો છો. શુગરના દર્દીઓએ નાસ્તામાં લીંબુનો રસ ખાવો જોઈએ. આ સિવાય જ્યારે પણ તમે બટાકાનું સેવન કરો છો ત્યારે તેમાં લીંબુનો રસ મિક્સ કરો. જેના કારણે શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
સલાડ સાથે
સલાડ તમને સ્વસ્થ રાખે છે. તમે સલાડમાં લીંબુનો રસ ઉમેરી શકો છો. લીંબુમાં રહેલા વિટામિન્સ અને પોટેશિયમ ડાયાબિટીસ અને સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ભોજન પહેલા
તમે ખાવાના થોડા સમય પહેલા લીંબુનું સેવન પણ કરી શકો છો. ભોજન કરતા પહેલા એક ગ્લાસ લીંબુ પાણી પીવો.
ભોજન સાથે
ભોજન સાથે લીંબુનું સેવન કરવાથી શુગર કંટ્રોલમાં રહે છે. તમે લંચ અને ડિનરમાં લીંબુનો ઉપયોગ કરી શકો છો.