બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / IVF વખતે 5 વાતોનું ધ્યાન રાખવું જરૂરી, ભૂલ કરી તો ગર્ભધારણ કરવામાં આવશે સમસ્યા

સ્વાસ્થ્ય / IVF વખતે 5 વાતોનું ધ્યાન રાખવું જરૂરી, ભૂલ કરી તો ગર્ભધારણ કરવામાં આવશે સમસ્યા

Last Updated: 07:19 PM, 12 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે મહિલાઓ કુદરતી રીતે માતા નથી બની શકતી તેઓ માટે IVF ટેકનોલોજી વરદાનરૂપ સાબીત થઈ રહી છે. પરંતુ જે મહિલાઓ IVFનો સહારો લઈ રહી હોય ત્યારે તેમને અમુક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે. નહીં તો આ પ્રોસેસ અસફળ પણ થઈ શકે છે.

ભારત સહિતના દેશોમાં અનેક સ્ત્રીઓને માતૃત્વનું સુખ મળતું નથી, પરંતુ આધુનિક વિજ્ઞાને આ સમસ્યાને ઘણી હદ સુધી ઓછી કરી દીધી છે. આજે અનેક સ્ત્રીઓ IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) દ્વારા માતા બની રહી છે. ભારતમાં IVF ટેકનોલોજીએ વંધ્યત્વ ધરાવતી મહિલાઓ અને યુગલોમાં આશાનું નવું કિરણ પેદા કર્યું છે. સ્ત્રીઓ જ્યારે નોર્મલ રીતે બાળક પેદા કરી શકતી નથી ત્યારે તેઓ આ ટેકનિક અપનાવે છે.

દેશના વિવિધ હિસ્સામાં IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) દ્વારા મહિલાઓ બાળકોને જન્મ આપી રહી છે. જો તમે પણ IVF મારફતે બાળક મેળવવા માંગતા હોવ તો કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો આ પ્રોસેસ સફળ નહીં થાય. ચાલો જાણીએ તે 5 બાબતો કઈ છે જેને IVF દ્વારા ધ્યાનમાં રાખવી જોઈએ.

  • સ્વસ્થ આહાર અને સારી આદતો

IVF દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જેથી ખાવા-પીવાનું ધ્યાન રાખો. મહિલાઓએ તેમના આહારમાં તાજા ફળો, લીલા શાકભાજી, કઠોળ અને પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવો. જો તમે IVF કરાવી રહ્યા હોવ અને દારૂ કે સિગારેટ પી રહ્યા હોવ તો આ બાબતો તમારી પ્રજનન ક્ષમતાને નુકસાન પહોંચાડી શકે છે.

pregnancy (2)
  • સ્ટ્રેસ ફ્રી લાઇફ
    IVF દરમિયાન માનસિક સ્થિતિ પણ ખૂબ જ મહત્વની હોય છે. જો તમે ખૂબ તણાવમાં રહો છો તો તે તમારા શરીર પર અસર કરી શકે છે. આથી તમારી દિનચર્યામાં યોગ, ધ્યાન અથવા ધીમી ચાલ જેવી બાબતોનો સમાવેશ કરો. આ સમયે પોતાને શાંત અને ખુશ રાખવું ખૂબ જ જરૂરી હોય છે. તમે જેટલા સકારાત્મક રહેશો IVF ની અસર એટલી જ સારી રહેશે.
  • યોગ્ય સમયે દવાઓ લો

IVF માં ડૉક્ટર દ્વારા આપવામાં આવતી દવાઓ યોગ્ય સમયે લેવી ખૂબ જરૂરી હોય છે. જો તમે દવા નથી લેતા અથવા યોગ્ય રીતે નથી લેતા તો તેની અસર સારવાર પર પડશે. આથી ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલા સમયે દવાઓ લો.

વધુ વાંચો : પ્રેગ્નન્સી દરમિયાન ઘણીવાર મહિલાઓને ખૂબ ગુસ્સો આવે છે, બાળકના સ્વાસ્થ્ય પર તેની શું અસર પડે છે જાણો

  • સમયસર ચેકઅપ કરાવો

IVF દરમિયાન સમયાંતરે ચેકઅપ કરાવતા રહેવું પણ મહત્વનું છે. એનાથી ડૉક્ટરને તમારા શરીરની સ્થિતિ જાણવામાં મદદ મળે છે અને જો કોઈ સમસ્યા હોય તો તે વહેલા શોધી શકાશે. આવી ચેકઅપ્સ તમારી સારવાર યોગ્ય રીતે ચલાવવામાં મદદ કરે છે.

  • વિચારો સકારાત્મક રાખો

IVF દરમિયાન ઘણા પડકારો આવી શકે છે પરંતુ જો તમે સકારાત્મક રહેશો તો તમે બધું સરળતાથી હેન્ડલ કરી શકશો. આ સમય દરમિયાન તમારા મનમાં નકારાત્મક વિચારો આવે છે તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે. આથી ડર અને તણાવને દૂર રાખો અને ખુદ પર વિશ્વાસ રાખો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Infertility IVF Technology Pregnancy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ