બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / 5 things to do in your 20s and 30s to reduce the risk of cancer

જરૂરી વાત / 20થી 30ની ઉંમરમાં કરી લો ફક્ત આ 5 કામ, ક્યારેય નહીં થાય કેન્સર, જાણો ટિપ્સ

Arohi

Last Updated: 11:58 AM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

20 થી 30 એક એવી ઉંમર છે જેમાં વ્યક્તિ કેન્સર વિશે વિચારતો પણ નથી. પરંતુ જો આ ઉંમરથી જ થોડી સાવચેતી રાખવાનું શરૂ કરવામાં આવે તો પછીથી કેન્સરની બીમારીથી ઘણી હદ સુધી બચી શકાય છે.

  • 20થી 30ની ઉંમરમાં રાખો આટલું ધ્યાન 
  • ઘટી જશે કેન્સર થવાનો ખતરો 
  • જાણો શું રાખશો સાવચેતી 

કેન્સરનું નામ સાંભળતા જ ઘણા લોકોના હોંશ ઉડી જાય છે. વિજ્ઞાનની આટલી પ્રગતિ છતાં આજે પણ તેનો કોઈ ચોક્કસ ઈલાજ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, 2018માં વિવિધ પ્રકારના કેન્સરને કારણે 96 લાખ લોકોના મોત થયા હતા. દર વર્ષે ઘણા લોકો કેન્સરને કારણે મૃત્યુ પામે છે. કેન્સર પર તાજેતરનું એક સંશોધન વધુ ચોંકાવનારું છે. 

30થી 40 વર્ષના યુવાનોમાં કેન્સરનું જોખમ વધુ 
સંશોધન મુજબ, 1990 પછીની પેઢીના લોકોમાં કેન્સરનું જોખમ કોઈપણ પેઢીની સરખામણીએ ઘણું વધારે છે. એટલે કે હાલમાં 30 થી 40 વર્ષના યુવાનોમાં કેન્સરનું જોખમ વધી રહ્યું છે. આ ઉંમરનો એવો તબક્કો છે જેમાં આપણે કેન્સર વિશે વિચારતા પણ નથી. હકીકતે મોટાભાગના કિસ્સાઓમાં નબળી જીવનશૈલી અને ખાવાની આદતોને કેન્સર માટે જવાબદાર ગણવામાં આવે છે. તેથી જો આપણે આ ઉંમરે કેટલીક આદતોમાં સુધારો કરીએ તો કેન્સરનું જોખમ ઘણું ઓછું થઈ શકે છે.

કેન્સરથી બચવાની ટિપ્સ 
સ્મોકને કરો એવોઈડ

એક રિપોર્ટ અનુસાર ફેફસાના કેન્સર માટે ધુમાડો સૌથી મોટું જવાબદાર પરિબળ છે. ધૂમ્રપાન અન્ય 14 પ્રકારના કેન્સરનું કારણ બને છે. 25 વર્ષ પહેલાં ધૂમ્રપાનની આદત પછીથી કેન્સરનું કારણ બની શકે છે. તેથી ધૂમ્રપાન છોડો.

સલામત સેક્સ
HPV (હ્યુમન પેપિલોમાવાયરસ) જના કારણે પ્રાઈવેટ પાર્ટમાં ફોલ્લીઓ થઈ જાય છે તે વિશ્વમાં સૌથી સામાન્ય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ છે. તે ઘણા પ્રકારના કેન્સરનું કારણ પણ બની શકે છે. જેમાં ગર્ભાશય ગ્રીવા, લિંગ, મોઢુ અને ગળાના કેન્સરનો સમાવેશ થાય છે. એચપીવીના કારણે યુવાનોને કેન્સરની બીમારી વધુ થઈ રહી છે. ખાસ કરીને 30 થી 34 વર્ષની સ્ત્રીઓમાં એચપીવીના કારણે યુવાન પુરુષોમાં ઓરલ કેન્સર થવા લાગ્યું છે. તેથી HPV રસી લગાવવી જોઈએ અને તેનાથી બચવા માટે સુરક્ષિત સેક્સ એ શ્રેષ્ઠ માર્ગ છે.

વજનને મેઈન્ટેઈન કરો 
વજન વધવાને કારણે 13 પ્રકારના કેન્સર થાય છે. જેમાં સ્તન, પેટ, સ્વાદુપિંડ અને ગર્ભાશયના કેન્સરનો સમાવેશ થાય છે. વધારાની ચરબી શરીરમાં સોજો પેદા કરે છે જે ટ્યુમરનું જોખમ વધારે છે. તેથી કોઈ પણ સંજોગોમાં વજન વધવા ન દો. પ્રોસેસ્ડ ફૂડ, સેચ્યુરેટેડ ફેટ ટાળો અને હેલ્ધી ફૂડ ખાઓ.

દારૂ છોડો 
દારૂના કારણે પણ ઘણા કેન્સરો થાય છે. આ સિવાય આલ્કોહોલના કારણે થતી અન્ય ઘણી બીમારીઓથી આપણે સૌ વાકેફ છીએ. દારૂ જેટલું પીશો તેટલી તકલીફ વધશે. એક અંદાજ મુજબ વિશ્વમાં દર વર્ષે એક લાખ લોકોને દારૂ પીવાથી કેન્સર થાય છે. તેથી દારૂ પીવાનું છોડો.  

સનસ્ક્રીન લગાવો
40 વર્ષથી નીચેના લોકોમાં સ્કિન કેન્સર વધારે જોવા મળે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં યુવાનોમાં આ રોગ વધ્યો છે. ત્વચાના કેન્સરનું પ્રારંભિક લક્ષણ અલ્ટ્રાવાયોલેટ રેડિએશન છે. આ સૂર્યના પ્રકારસમાંથી નિકળે છે અથવા ટેનિક બેડ થી. માટે તાપમાં હંમેશા સનસ્ક્રીન ચશ્મા લગાવીને નિકળો. 

સંકળાયેલા મુદ્દાઓ

Cancer health tips risk of cancer કેન્સર cancer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ