બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આ છે ક્રિકેટ જગતના તો ફાની રેકોર્ડ, સૌથી વધુ ત્રણ શતક કોને જડ્યા? ભારતના બે ખેલાડી ખરા ઉતર્યા
Last Updated: 09:48 AM, 10 January 2025
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વિશિષ્ટ અને અદ્ભુત સિદ્ધિ એવી છે જ્યારે બેટ્સમેન 300 રનની ટ્રિપલ સેન્ચુરી ફટકાવે. આ માટે બેટ્સમેનને માત્ર શ્રેષ્ઠ ટેકનિક અને ધીરજ જ નહીં, પરંતુ આક્રમકતા અને સામર્થ્ય પણ હોવું જોઈએ. ટ્રિપલ સેન્ચુરી ફટકારવી માત્ર બેટ્સમેનના ટેકનિકલ કુશળતાનો પ્રતીક નથી, પરંતુ તેમની દ્રઢતા અને માનસિક મજબૂતીનો પણ પુરાવો છે. અમે તમારા માટે વિશ્વક્રિકેટના તે 5 સર્વશ્રેષ્ઠ અને ખતરનાક બેટ્સમેનના નામ લાવ્યા છે, જેમણે ટેસ્ટ ક્રિકેટમાં 300 રનની ટ્રિપલ સેન્ચુરી ફટકાવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ડોન બ્રેડમેનને 'ક્રિકેટનો ભગવાન' માનવામાં આવે છે, અને તેમનો આ એક રેકોર્ડથી પણ સ્પષ્ટ થાય છે. બ્રેડમેને 52 ટેસ્ટ મેચોમાં 99.94ની એવરેજ સાથે 6996 રન બનાવ્યા છે. એમાંથી 2 વખત તેને ટ્રિપલ સેન્ચુરી ફટકાવવાની શ્રેષ્ઠ સિદ્ધિ મળી છે, અને બંને વખત તેણે ઈંગ્લેન્ડ સામે ફટકારી હતી. તેમનો શ્રેષ્ઠ સ્કોર 334 રન છે.
ભારતના આ દિગ્ગજ ઓપનરે 104 ટેસ્ટ મેચોમાં 49.34ની એવરેજથી 8586 રન બનાવ્યા છે. સેહવાગે 2 ત્રેવડી સદી ફટકારવાનું અદ્ભુત કાર્ય કર્યું છે, એક પાકિસ્તાન વિરુદ્ધ અને બીજી દક્ષિણ આફ્રિકા સામે. તેનું શ્રેષ્ઠ સ્કોર 319 રન છે.
વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલ પણ 2 વખત ટ્રિપલ સેન્ચુરી કરી છે. તેમણે દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સામે આ મોટી સિદ્ધિ હાંસલ કરી. 103 ટેસ્ટ મેચોમાં 42.18ની એવરેજથી 7214 રન બનાવ્યા છે, તેમનો શ્રેષ્ઠ સ્કોર 333 રન છે.
આ બેટ્સમેન બ્રાયન લારાની શ્રેષ્ઠતા વર્લ્ડ ક્રિકેટમાં ક્યારે ભૂલાવાની નથી. લારાએ 131 ટેસ્ટ મેચોમાં 52.88ની એવરેજથી 11953 રન બનાવ્યા છે. તેમની બેટિંગથી ફટકાવેલી 400 રનની અવિસ્મરણીય ઇનિંગ્સને આજે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ 400 રનની ઇનિંગ્સ લારાની શ્રેષ્ઠ સ્કોર છે.
આ પણ વાંચો : ધનશ્રી વર્મા સાથે છૂટાછેડાના સમાચાર પર યુઝવેન્દ્ર ચહલનું પહેલું રિએક્શન, કહી આ મોટી વાત
ભારતીય બેટ્સમેન કરુણ નાયરે 6 ટેસ્ટ મેચોમાં 62.33ની એવરેજથી 374 રન બનાવ્યા છે. તેમના આ રેકોર્ડમાં એક ખાસ વાત એ છે કે, નાયરે ઈંગ્લેન્ડ સામે 303 રનની ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી. આ તેમના માટે એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy: / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત, પંડ્યા, ગિલ ફૂલ ફોર્મમાં, ફટકાર્યા 200 છગ્ગા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.