બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 5 routes of traffic will be closed in Ahmedabad for two days
Dhruv
Last Updated: 09:59 AM, 29 September 2022
ADVERTISEMENT
PM મોદી આજે સૌ પહેલા સુરત જશે. ત્યાર બાદ ભાવનગર અને પછી સાંજના ચારેક વાગ્યે અમદાવાદ આવશે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અલગ-અલગ વિસ્તારના વૈકલ્પિક રૂટને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે. એટલે કે અમદાવાદમાં PM મોદીના પ્રવાસને લઇને ટ્રાફિકના 5 રૂટ બંધ રહેશે.
ADVERTISEMENT
જાણો કયા-કયા રૂટ બંધ રહેશે?
29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં આજે 2 રૂટ બંધ રહેશે. શહેરના અંધજન મંડળથી હેલમેટ સર્કલનો રૂટ બંધ રહેશે. મોટેરા રોડથી કૃપા રેસિડેન્સી રોડ પણ બંધ રહેશે. જ્યારે 30મી સપ્ટેમ્બરના રોજ શહેરમાં 3 રૂટ બંધ રહેશે. 30 સપ્ટેમ્બરના રોજ સુરધારા સર્કલથી સાંઈબાબા સર્કલ થલતેજ પાસેનો રૂટ બંધ રહેશે. થલતેજ સાંઈબાબા અને હિમાલય મોલ તરફનો રૂટ બંધ રહેશે. એ સિવાય ગુરુદ્વારા સર્કલથી સંજીવની હોસ્પિટલ રોડ પણ બંધ રહેશે.
જાણો PM મોદીનો બે દિવસનો સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.