દૂર્ઘટના /
નવસારીમાં બોટ ઉંધી વળી જતા એક જ પરિવારના 4 લોકો સહિત 5ના મોત, સર્જાયા કરૂણ દ્રશ્યો
Team VTV01:39 PM, 18 Jan 21
| Updated: 01:46 PM, 18 Jan 21
ગુજરાતમાં ગઈકાલે રજા પર ફરવા ગયેલ પરિવારનું ડુબી જવાથી મોત થયું છે. એક જ પરિવારના ચાર લોકો સહિત પાંચના મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
15 વ્યક્તિઓની ક્ષમતા કરતા વધારે હોવાના કારણે હોડી પલ્ટી
અંદાજે 25 લોકો હોડીમાં સવાર હતા
ઘટનામાં 5 લોકોના મોત થયા હતા
નવસારીના સોલધરા ગામે હોડી પલ્ટી જતા એક જ પરિવારના 4 લોકો સહિત 5 લોકોના મોત થયા છે. આ હોડીમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા. 15 વ્યકિતઓની ક્ષમતા હતા જેની સામે 25 લોકો સવાર હતા જેને કારણે બોટ પાણીમાં ઉંધી પડી ગઈ હતી અને આ દુર્ઘટનામાં 5 વ્યકિતઓના મૃત્યુ થયા હતા
ચીખલીના એક જ પરિવારના 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા
ગઈકાલે સાંજે હરવા ફરવા આવેલા સહેલાણીઓ તળાવમાં બોટિંગ કરવા નાની બોટમાં તળાવમાં ફરવા નીકળ્યા હતા. જેમાં અચાનક બોટ પલટી મારી જતા બોટમાં બેસેલા સેહલાણીઓ તમામ તળાવના પાણીમાં ગરક થઈ ગયા હતા. જેમાં બે બાળકી અને 3 લોકો એમ 5 લોકોના ડૂબી જવાથી મોત થતા સોલધરા ગામમાં ગમગીન વાતવરણ છવાયું હતું.
આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ તેમજ 108 સાથે બીલીમોરા અને ગણદેવીના ફાયર જવાનો અને સ્થાનિક તરવ્યા દ્વારા સહેલાણીઓને સુરક્ષિત રીતે તળાવમાંથી બહાર કઢાયા હતા જેમાં 5 લોકોને ઇકો પોઇન્ટ પાસે આવેલ તળાવ ભરખી ગયું હતું.
સોની પરિવારના ચાર સભ્યો અને અનેય એક એમ 5 લોકોના થયા મોત