ઇન્ટરનેટના જમાનામાં આપણે રોજ કોઇ ફોટો કે વિડીયોને જોઇએ છીએ. જેમાંથી કેટલાક વિડીયો ફોટો મિનિટ્સમાં વાઇરલ થઇ જતાં હોય છે. આ વાઇરલ પોસ્ટથી લોકો એન્ટરટેઇન તો થાય છે પણ હાર્ડલી વાઇરલ થયેલા વ્યક્તિની લાઇફમાં કંઇક ચેન્જ આવે છે. આજે આપણે એવા 5 ભારતીય લોકોની વાત કરીશું જેમની એક પોસ્ટ વાઇરલ થઇ અને તે પોપ્યુલર થઇ ગયા.
રાતોરાત થયા વાઇરલ
સોશિયલ મિડિયાએ અપાવી પ્રસિદ્ધિ
1 સંજીવ શ્રીવાસ્તવ (ડાન્સિંગ અંકલ)
ડાન્સિંગ અંકલ ગોવિંદા સાથે
ડાન્સિંગ અંકલના હૅશટૅગથી વાઇરલ થયેલા સંજીવ શ્રીવાસ્તવનો ડાન્સનો વિડીયો ભારતમાં જ નહી આખી દુનિયામાં વાઇરલ થયો હતો. આ વિડીયોને તેમના એક સબંધીના લગ્નમાં શૂટ કરવામાં આવ્યો હતો અને તેમને એ વાતની જરા પણ જાણકારી નહોતી કે તેમના ડાન્સ મૂવ વર્લ્ડ વાઇડ પોપ્યુલર થઇ જશે.
બાદમાં સંજીવને ઘણા રિયાલીટી શૉઝમાં અને ઇન્યરવ્યૂમાં બોલાવવામાં આવ્યા હતા. સાથે જ ગોવિંદા અને સલમાન સાથે ડાન્સ કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું હતું.
2 હનાન હામિદ
હનાન હામિદ
હનાન હામિદ કેરળની રહેવાસી છે. તેનો એક જ સ્કૂલ યુનિફોર્મમાં માછલી વેચતો ફોટો વાઇરલ થયો હતો. બાદમાં લોકોએ હનાનમાં ખૂબ દિલચસ્પી બતાવી અને તેને ભણવા માટે ડોનેશન મળવા લાગ્યું. હનાનની સ્ટોરી લોકો માટે એટલી ઇન્સપાયરીંગ હતી કે મલયાલમ ડિરેક્ટર અરૂણ ગોપીએ તેને ફિલ્મમાં કાસ્ટ કરવાનું પ્રોમિસ આપ્યું હતું.
બાદમાં સોશિયલ મિડીયા પર હનાનને ટ્રોલ કરવાનું લોકોએ શરૂ કરી દીધું હતું. કેટલાક લોકોએ કહ્યું કે હનાનની સ્ટોરી ખોટી છે અને પબ્લિસિટી સ્ટંટ છે. આ સ્ટેટમેનટના બીજા જ દિવસે હનાનને ફિશ માર્કેટથી હટાવી દેવામાં આવી હતી. સોશિયલ મિડિયા પર તેને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમકે તેની પાસે સાઇકલ ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યાં, એક માછલી વોચવાવાળી છોકરીનું ફેસબૂક એકાન્ટ કેવી રીતે હોઇ શકે. આ બધી નેગેટીવ વાતોને કારણે હનાન પબ્લિકલી જ રોઇ પડી અને કહ્યું કે જો હું ભણતા ભણતા માછલી વેચી શકુ તો મારુ ફેસબૂક એકાઉન્ટ ન હોઇ શકે ? આ વાઇરલ કોન્ટ્રોવર્સી બાદ હનાનને જે પણ ડોનેશન પેટે રૂપિયા મળ્યા હતા તેણે કેરળ પૂર સંકટ માટે ડોનેટ કરી દીધા.
3 રાનુ માંડલ
રાનુ
કદાચ જ કોઇ એવું હશે જેને રાનુ વિશે નહી ખબર હોય. રાનુનો ગીત ગાતો એક વિડીયો સોશિયલ મિડીયા પર ખૂબ વાઇરલ થયો હતો. બાદમાં તે કોણ છે ક્યાં રહે છે તે વિષે ખૂબ ન્યૂઝ આવ્યા. રેલ્વે સ્ટેશન પર ભીખ માંગતી રાનુ રાતોરાત સ્ટાર બની ગઇ. હિમેશ રેશમિયાએ તો તેને ગીત ગાવાની ઓફર આપી અને હિમેશ તેમજ રાનુએ 'તેરી મેરી' ગીત સાથે ગાયું. એક જગ્યાએ રાનુએ તેની એક ફેનને કહી દીધુ હતું કે "ડોન્ટ ટચમી મે સેલિબ્રિટી હૂ" બાદમાં લોકોએ રાનુને ખૂબ ટ્રોલ કરી હતી.
એક સલૂનમાં તેનું મેક ઓવર કરવામાં આવ્યું હતું જેને લઇને પણ રાનુને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.
4 પ્રિયા પ્રકાશ વરિયર
વિંક ગર્લ પ્રિયા
પોતાની પહેલી ફિલ્મના પહેલા અપિરિયન્સથી વાઇરલ થનારી પ્રિયાને જ્યારે તેની પહેલી ફિલ્મ ઓરુ ઓદાર લવના એક ગીતમાં આંખ મારતી દેખાઇ ત્યારે તેની પોપ્યુલારીટી રાતોરાત મિલિયન્સના આંકડા ક્રોસ કરી ગઇ હતી. પ્રિયાની વિંક એટલી ફેમસ થઇ કે તેના બીજા દિવસથી જ તેને ફિલ્મની ઓફર આવવાની શરૂઆત થઇ ગઇ હતી.
20 વર્ષની પ્રિયાની બ્રાન્ડ વેલ્યુ આજે કરોડોમાં છે અને રિપોર્ટનું માનીએ તો પ્રિયા જલ્દી જ બોલિવૂડની કોઇ ફિલ્મમાં જોવા મળશે.
5 ટ્રિવાગો મૅન
અભિનવ
ક્યા આપને કભી ઓનલાઇન હોટલ સર્ચ કિયા હે ? આ લાઇન સાંભળતાની સાથે તમારા મનમાં પહેલો ચહેરો ટ્રિવાગો મૅનનો આવશે. આ એડ જ્યારે ટીવી અને ઇન્ટરનેટ પર પહેલીવાર આવી ત્યારે દરેકે જોયુ કે આ એડમાં જે મૉડલ છે તે બીજા બધા મૉડલ કરતાં કંઇક અલગ છે. હકીકતમાં આ કોઇ મૉડલ નથી. તેમનું નામ અભિનવ છે અને તે ટ્રિવાગોના કન્ટ્રી મેનેજર છે.
જે જર્મનીમાં રહે છે અને બાય ચાન્સ જ તેમને આ એડ માટે પસંક કરવામાં આવ્યા હતા. જ્યારે આ એડ વાઇરલ થઇ તો લોકોએ અભિનવને ખૂબ ટ્રોલ કર્યા. અભિનવે આ ટ્રોલિંગને પોઝીટીવ વૅમાં લીધું. સૌથી મોટી વાત તો ત્યારે થઇ જ્યારે આ એડ જોઇને અભિનવના પિતાએ તેમને 10 વર્ષ બાદ ફોન કર્યો હતો. અભિનવના પિતાને ખબર જ નહોતી કે તે શું કામ કરે છે. એક લોકલ અખબારે જ્યારે અભિનવ પર આર્ટિકલ લખ્યો ત્યારે અભિનવના પિતાએ તેમને ફોન કર્યો હતો.