બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / બેડમાં પતિ પત્ની અજાણતા પણ ન કરે 5 ભૂલ, સંબંધમાં ક્યારે ખટરાગ આવશે ખબર પણ નહીં પડે

રિલેશનશિપ / બેડમાં પતિ પત્ની અજાણતા પણ ન કરે 5 ભૂલ, સંબંધમાં ક્યારે ખટરાગ આવશે ખબર પણ નહીં પડે

Last Updated: 09:04 PM, 6 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે મેરીડ છો અને તમારા પાર્ટનર સાથેના સબંધોને મજબૂત બનાવી રાખવા માંગતા હોય તો તમારે રાત્રે બેડ પર નીચે જણાવેલ ભૂલો ક્યારેય કરવી જોઈએ.

પતિ-પત્નીનો સંબંધ જેટલો ખાસ હોય છે તેટલો જ નાજુક પણ હોય છે. નાની બાબત પણ આ સંબંધમાં વિખવાદ પેદા કરી શકે છે. રિલેશનશિપની શરૂઆતમાં બધું બરાબર ચાલતું હોય છે, પરંતુ જેમ-જેમ સમય પસાર થાય છે તેમ-તેમ ડિસ્ટન્સ વધવા લાગે છે, પરંતુ તેની પાછળ મોટા ભાગે નાની-નાની આદતો જવાબદાર હોય છે. ખાસ કરીને રાત્રે સૂતી વખતે પથારીમાં કરેલી કેટલીક ભૂલો સંબંધોમાં ખટાશ લાવી શકે છે. તો ચાલો જાણીએ એવી જ કેટલીક ભૂલો જે તમારે ન કરવી જોઈએ.

  • સૂતા પહેલા સ્ક્રીન ટાઇમને કરો ઓછો

અત્યારે દરેક વ્યક્તિને પોતાના સ્માર્ટ ફોનમાં વ્યસ્ત રહેવાની આદત પડી ગઈ છે. આ સ્થિતિમાં કપલ્સ ઘણીવાર બેડ પર સૂતી વખતે તેમના ફોનનો ઉપયોગ કરવામાં વ્યસ્ત થઈ જાય છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા દ્વારા સ્ક્રોલ કરવાનું શરૂ કરે છે જ્યારે અન્ય લેપટોપ પર કેટલીક મહત્વપૂર્ણ ઓફિસનું મેઇલનું કામ કરતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ આદતને જલદીથી દૂર કરો. રાત્રિ તમારા અને તમારા પાર્ટનર વચ્ચે નિકટતા વધારવાનો સમય છે. આ સ્થિતિમાં જો તમે ફોનનો ઉપયોગ કરીને પસાર કરો છો તો તે તમારા સંબંધો માટે સારી બાબત નથી.

  • સૂતા પહેલા ઓફિસ અને કામની બાબતોને દૂર રાખો

રાત્રિના સમયનો ઉપયોગ આરામ કરવા અને તમારા સાથી સાથે તમારા દિલના વિચારો શેર કરવા જોઈએ. આ સિવાય જો તમે તમારા બોરિંગ ઓફિસના કામમાં અને કોઈની ગપસપને વચ્ચે લાવો છો તો તે તમારા પાર્ટનરને ઇરિટેટ કરી શકે છે. થાક્યા પાક્યા બાદ તમે સ્ટ્રેસભરી વાતો સંભળાવો છો તો મૂડ ખરાબ થઈ જાય છે. 

  • બ્લેમ ગેમ ન કરો

કેટલાક લોકોને એવી આદત હોય છે કે રાત પડતાં જ તેઓ પોતાના પાર્ટનર સાથે સારી  વાત કરવાને બદલે બ્લેમ ગેમ કરવા લાગે છે. તેઓ તેમના જીવનસાથીની ખામીઓ ગણવાનું શરૂ કરે છે અને તેમની બધી ફરિયાદો ગણાવે છે. જો તમે પણ જાણતા-અજાણતા આવું જ કંઈક કરો છો તો તમારી આ ભૂલ તમારા પાર્ટનર સાથેના સંબંધોને બગાડી શકે છે. આમ કરવાથી બંને વચ્ચે મતભેદ વધવા લાગે છે, જે સમયની સાથે વધે છે.

વધુ વાંચો : શારીરિક સંબંધ બાંધતી વખતે મહિલાઓ ન કરે આ 5 ભૂલ, નહીંતર મનના ઓરતા રહેશે અધૂરા

  • એકબીજાને પ્રેમ ન દર્શાવવો

રાત્રે તરત જ સૂવાને બદલે તમારા પાર્ટનરને ફિજિકલ અફેક્શન કરાવવાની આદત બનાવો. કોઈ પણ પ્રકારના ફિજિકલ ઇન્ટિમેસી જેમ કે હગ,ગુડ નાઈટ કિસ અથવા પ્રેમાળ સ્પર્શથી તમારા પાર્ટનરને સ્પેશિયલ અનુભવ કરાવો. તેમને બતાવો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો. આ સિવાય તમે તમારી લાગણીઓ પણ તેમની સમક્ષ વ્યક્ત કરી શકો છો. ઘણી વખત જ્યારે તમે તરત જ સૂઈ જાઓ છો ત્યારે તે તમારા સંબંધોમાં ગેરસમજ પેદા કરી શકે છે.

  • સ્લિપ શેડ્યૂલ ફિક્સ કરો

ઘણી વખત અલગ અલગ કારણોસર બંને પાર્ટનરના સૂવાના સમયમાં ઘણો તફાવત જોવા મળે છે. જેના કારણે ક્યારેક સંબંધોમાં અંતર વધવા લાગે છે. બંને માટે ઊંઘનું શેડ્યૂલ નક્કી કરવાનો પ્રયાસ કરો અને સાથે સૂઈ જાઓ. એનાથી બંનેને સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાનો મોકો મળશે અને સંબંધોમાં ક્લોઝનેસ આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bed Time Relationship Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ