ચોરી / પીજી સંચાલક પાન પાર્લર પર ગયા ને એક્ટિવાની ડેકીમાંથી પાંચ લાખ ગાયબ

5 lakhs theft from Activa in Ahmedabad thief caught in CCTV

શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. ચોરી, લૂંટ જેવી ઘટનાઓ હવે શહેરમાં સામાન્ય બની છે. પોલીસ ઘરફોડ ચોર તેમજ લૂંટારુઓને પકડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યાર શહેરમાં કાર તેમજ એક્ટિવાની ડેકી તોડી ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થઈ છે. સતાધાર ચાર રસ્તા પાસે  જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલની સામે પાન પાર્લર પર ગયેલા પીજીના સંચાલકના એક્ટિવાની ડેકી તોડી રૂ. પાંચ લાખની રોકડ રકમની ચોરી કરીને બે શખ્સ ફરાર ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ