પાકિસ્તાનની વધુ એક પોલ તેમના જ દેશની મીડિયા દ્વારા ખોલવામાં આવી છે. પાકિસ્તાનના ઇન્ટર્નલ અફેર્સના મંત્રાલયે જણાવ્યું હતું કે બીજા દેશોમાં ગેરકાયદેસર રીતે વસતા અને બીજા ગુનાઓમાં સંડોવાયેલા આશરે ૫ લાખથી વધુ પાકિસ્તાનીઓને અલગ અલગ ૧૩૪ દેશોમાંથી કાઢી મુકાયા છે. નવાઈની વાત છે કે આ દેશો પૈકી મોટા પ્રમાણના દેશો મુસ્લિમ દેશો છે.
પાકિસ્તાનના ઇન્ટર્નલ અફેર્સના મંત્રાલયે રજુ કરેલા એક અહેવાલ પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં અલગ અલગ 134 દેશોમાંથી લગભગ 5 લાખ જેટલી મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓને ડિપોર્ટ કરી દેવાયા છે અર્થાત તેમને પાછા ઘર ભેગા કરી દેવાયા છે.
ઇન્ટર્નલ અફેર્સના આંકડાઓ મુજબ કુલ 5 લાખ 19 હજાર પાકિસ્તાનીઓને વર્ષ 2014થી અલગ અલગ દેશોમાંથી કાઢી મુકાયા છે.
આશ્ચર્યજનક રીતે સૌથી વધુ મુસ્લિમ દેશોમાંથી પાકિસ્તાનીઓને કાઢી મુકાયા છે
કાઢી મુકાયેલા પાકિસ્તાનો ઉપર અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. આ ગુનાઓમાં બનાવટી દસ્તાવેજો બનાવવા અને બીજા ગુનાખોરીના આરોપોનો સમાવેશ થાય છે. આશ્ચર્યજનક રીતે 134 દેશોની લાંબી યાદીમાં ટોચ ઉપર સાઉદી અરેબિયા, યુએઈ, ઓમાન, તુર્કી જેવા મુસ્લિમ દેશોનો સમાવેશ થાય છે.
અહેવાલ મુજબ પાકિસ્તાનીઓને કાઢી મુકવા ઉપરાંત લગભગ 65000 ગેરકાયદેસર રહેતા પાકિસ્તાનીઓને તુર્કી અને સાઉદી અરેબિયાનની જેલોમાં પુરવામાં આવ્યા છે.
કયા દેશોમાંથી કેટલા પાકિસ્તાનીઓને ઘર ભેગા કરવામાં આવ્યા?
દેશ
કાઢી મુકાયેલા પાકિસ્તાનીઓની સંખ્યા
સાઉદી અરેબિયા
325000
UAE
52000
ઓમાન અને તુર્કી
47000
મલેશિયા
18312
ગ્રીસ
17534
ઈરાન
15413
બ્રિટન
15320
નોંધ : આંકડા પાકિસ્તાનની ન્યુઝ એજન્સી Time of Islamabadમાંથી લેવામાં આવ્યા છે.
કેમ આટલી મોટી સંખ્યામાં ગેરકાયદેસર રહેવાસીઓ આવી ગયા?
પાકિસ્તાનમાં રહેતા લોકોને વિદેશમાં જઈને સારી રહેણીકરણી અને સારા રોજગાર સાથે વસવા માટેની લાલચ આપતા હ્યુમન ટ્રાફિકિંગ જૂથો કાર્યારત છે. પાકિસ્તાનની ઇન્ટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીએ સ્વીકાર્યું હતું કે દેશમાં આવા 1000થી વધુ ગ્રુપ્સ કાર્યરત છે.