બ્રેકિંગ ન્યુઝ
Vishal Khamar
Last Updated: 12:07 PM, 24 September 2023
ADVERTISEMENT
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 4 દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. ત્યારે ગત રાત્રે રાજ્યનાં ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા. સુરેન્દ્રનગર જીલ્લાનાં ચુડામાં ગત રોજ રાત્રીનાં સુમારે બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. જ્યારે વલસાડ અને બોટાદ તેમજ નવસારીમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ધોધમાર વરસાદને પગલે વીજ પુરવઠો ખોરવાયો
સુરેન્દ્ર નગરનાં ચુડામાં હત રાત્રીનાં સુમારે માત્રે બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધોધમાર વરસાદને પગલે વીજ પુરવઠો ખોરવાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
ચુડામાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડતા વાંસલ ડેમ ઓવરફ્લો
ગત રોજ રાત્રીનાં સુમારે ચુડામાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. જેના લીધે ચુડા ગામ પાસે આવેલ વાંસલ ડેમ 100 ટકા ભરાઈ ગયો હતો. ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ઓવરફ્લો થવાથી નીચાણવાળા વિસ્તાર જેવા કે ગોખરવાડા ગામનાં લોકોને નદીનાં પટમાં અવર જવર નહી કરવાની તાકીદ કરાઈ છે.
વલસાડમાં 14 મીમી વરસાદમાં જળબંબાકારની સ્થિતિ
વલસાડમાં પણ ગત રોજ રાત્રીનાં સુમારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. વલસાડમાં રાત્રે એક કલાકમાં 14 મીમી વરસાદ ખાબક્યો હતો. જેથી રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નવસારી જીલ્લામાં વરસાદી માહોલ છવાયો
નવસાારી જીલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે જીલ્લાનાં નવસારી, જલાલપોર અને ચીખલીમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ત્યારે મોડી રાત્રે અચાનક જ વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનું શરૂ થતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. નવસારી જીલ્લામાં 24 કલાકમાં નવસારીમાં 58 એમએમ, જલાલપોરમાં 49 એમએમ, ગણદેવીમાં 25 એમએમ, ચીખલીમાં 53 એમએમ, ખેરગામમાં 30 એમએમ જ્યારે વાંસદામાં 38 એમએમ વરસાદ નોધાયો હતો.
પાણી ભરાવાથી અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ
નવસારી જીલ્લામાં શનિવારે રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદનાં કારણે શહેરનાં રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાથી અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. રેલવે ફાટર પર વાહનોની લાંબી કતારથી ચાલકો ફસાયા હતા. રાતથી સતત વરસાદને લઈ શહેરમાં જનજીવન પ્રભાવિત થયું હતું.
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. ત્યારે આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદ પડવાની સંભાવનાં છે. તેમજ આજે 26 તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, ભરૂચ, તાપી, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT